News of Monday, 16th November 2026
જામનગર-કાલાવડ હાઈવે પર મોટા થાવરીયા નજીક બે એક્ટિવા સામસામે અથડાતાં ગંભીર અકસ્માત: હરીપર ગામના મહિલાનું ઘટનાસ્થળે જ મોત
અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા: પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

જામનગર-કાલાવડ હાઈવે પર મોટા થાવરીયા નજીક બે એક્ટિવા સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં હરીપર ગામનાં તૃપ્તિબેન વસોયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જામનગર-કાલાવડ હાઈવે પર મોટા થાવરીયા નજીક બે એક્ટિવા વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. બંને વાહનો ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ અકસ્માતમાં હરીપર ગામની તૃપ્તિબેન વસોયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ગંભીરતાને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. એકાએક બનેલી આ દુર્ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે.
અકસ્મતમાં અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ ઈજાગ્રસ્તને તબીબી સારવાર આપવામાં આવી રહી છે. અકસ્મતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર બનાવની વિગતો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
