<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

જામનગર:ઇન્ટરનેટ માધ્યમથી બિનઅધિકૃત મેળવેલ નાણાં અંગેના ગુનામાં ફરાર આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કોદે ઝડપી લીધો

બાતમીના આધારે રાજકોટ, ગાંધીગ્રામ, નાણાંવટી ચોક, રોડ ઉપરથી ઝડપી લેવાયો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ તથા જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્રારા વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર વી.બી.ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફ દ્વારા હાલમાં ચાલી રહેલ નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવાની ડ્રાઇવ અનુસંધાને જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.

   દરમ્યાન સ્ટાફના કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ ડાંગર, દિલીપસિંહ જાડેજા મહિપાલભાઇ સાદિયા નાઓને મળેલ બાતમી હકિકત મુજબ સીટી બી ડીવી. પો.સ્ટે. ભાગ-અ, ૧૧૨૦૨૦૦૯૨૫૨૮૬૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૭(૨),૬૧(૨) મુજબના કામનો નાસતો ફરતો ફરારી આરોપી- ઉમેશ ઓધવજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૨)( રહે. ગુલાબનગર, જામનગર વાળો) રાજકોટ ખાતે હોવાની બાતમી મળતા રાજકોટ ખાતે તપાસ કરતા મજકુર આરોપી રાજકોટ, ગાંધીગ્રામ, નાણાંવટી ચોક, રોડ ઉપર હાજર મળી આવેલ હોય જેને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.

 આ કામગીરી એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી .બી.ના હેડ કોન્સ નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ. બળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

(10:55 PM IST)