તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
જામનગર હિન્દુ સેનાની સમીક્ષા બેઠક યોજાઈ: છ મહિનાના કામગીરીની માહિતી અને સનાતન ધર્મને સર્વસ્વ ગણી સૈનિકોને મહત્વના સૂચનો કર્ય
જામનગરને ચાર વિભાગમાં વિભાજીત કરી એક વિભાગના દસ ભાગ કરી અન્ય ભાગમાં ભરતી અભિયાન ચલાવવા સાથે સનાતન પ્રશ્નોને વાંચા આપવા આહવાન

જામનગરમાં ગુજરાત હિન્દુ સેના ગુજરાત સ્તરની 2026 ની બેઠક બાદ કામ કરવાની પદ્ધતિ અને સનાતન ધર્મને સર્વસ્વ ગણી સૈનિકોને મહત્વના સૂચનો કર્યા હતા, શહેરમાં હિન્દુ સેના દ્વારા 2026ના 6 માસમાં લવ-જેહાદના પોલીસ ચોપડે ન ચડેલ હોય તેવા કુલ 18 કેસમાં એડવાન્સ હિન્દુ સેના આગળ વધતા 13 કેસમાં સફળતા મળી હતી, 4 માં બળાત્કાર સહિતની ફરિયાદ દાખલ કરાવી હતી. કુલ 38 ગૌવંશ કતલખાને લઈ જવામાં કિસ્સામાં પોલીસ ચોપડે ચડાવ્યા વિના બચ્ચાવેલ છે, અશાંતધારો લાગુ કરવા હિન્દુ સેનાના સહયોગથી કુલ 7 અરજીઓ કરેલ અને 2500 થી વધુ લોકો સુધી અશાંતધારાની વિસ્તૃત માહિતી પહોંચાડેલ હતી. કુલ 3 દુકાનો 10 મકાનોને ફરી હિન્દુઓને પરત સોંપાવેલ જેમાં અન્ય સાંપ્રદાયનાલોકોનો કબજો હતો 6 માસમાં કુલ 2 ધર્માંતરણના કેસની તપાસ રૂબરૂ પ્રયત્ન કરી અટકાવેલ હતા અને યજ્ઞ પવિત્ર અપાવેલ હતી.
જામનગર શહેરને ચાર ભાગમાં વિભાજિત કરી હિન્દુ સેનાની નવી સાત જવાબદારીઓ સોપેલ જેમાં ઉપરોક્ત મુખ્ય કાર્યો સહિત નાના-મોટા અનેક કાર્યો પૂરા કરવામાં ગુજરાત યુવા પાંખના પ્રમુખ મયુર પટેલની ખાસ હાજરીમાં સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન શહેર પ્રમુખ દીપક પીલાઈ, લીગલ એડવાઈઝર સહદેવન મકવાણા, કપિલ જોશી, યુવા પ્રભારી કિશન નંદા, યુવા પ્રમુખ સાગર ચૌહાણ, યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, હિરેન ચંદન, મંથન અગેરા, મંત્રી સંજય ધનવાણી, વિવેક જાખરીયા, ઓમ ભાનુશાળી, નયન કથીરિયા, હર્ષ ભાનુશાળી, વિરજીભાઈ વિસાવડીયા, કુમાર ચાવડા, તેમજ વાલી શશીકાંતભાઈ સોની સહિતના જવાબદાર સૈનિકોએ જહેમત ઉઠાવી હતી.
જામનગરને ચાર વિભાગમાં વિભાજીત કરી એક વિભાગના દસ ભાગ કરી અન્ય ભાગમાં ભરતી અભિયાન ચલાવવા સાથે સનાતન પ્રશ્નોને વાંચા આપવા અને લવ જેહાદ, લેન્ડ જેહાદ, ગૌરક્ષા, ગૌસેવા તેમજ ક્રિશ્ચન મિશનરી દ્વારા થતું ધર્માંતરને અટકાવવા વિશેષ માર્ગદર્શન ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા અપાયું સાથોસાથ જામનગરમાં બેદિવસીય અભ્યાસ વર્ગનું આયોજન કરવાનું નક્કી કરવાનું કહેલ હતું.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
