તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ અને ગોંડલમાં વરસાદથી દોડધામ : વેપારીઓને દોડવું પડ્યું
અચાનક વરસાદ આવતા અનાજ-શાકભાજી ઢાંકવાની પડી ભાગદોડ : રોડ પર પાણી વહેતા થયા

મોટી પાનેલી તા.૧૮ : આજે વરસાદના કારણે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ અને ગોંડલમાં દોડધામનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ વચ્ચે અચાનક વરસાદ શરૂ થતા યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોને અનાજ, કપાસ અને શાકભાજીના ઢગલા ઢાંકવા માટે દોડવું પડ્યું હતું.
હાપા માર્કેટિંગ યાર્ડમાં વરસાદ શરૂ થતા જ મજૂરો તાડપત્રી લઈને દોડ્યા હતા. ખુલ્લામાં પડેલા માલને બચાવવા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી. વરસાદને કારણે યાર્ડના રોડ પર પાણી ફરી વળ્યા હતા અને વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.
ગોંડલમાં પણ વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. શહેરના રોડ પર પાણી વહેતા થયા છે અને નવા યાર્ડ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. વરસાદને કારણે વાહનચાલકોએ હેડલાઈટ અને વાઈપર ચાલુ કરીને વાહન ચલાવવું પડી રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાક વાદળછાયુ વાતાવરણ રહેવાની અને છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. યાર્ડ તંત્ર અને નગરપાલિકાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે તકેદારી રાખવા સૂચના આપી છે.(- ચંદ્રેશ હિરાણી-મોટી પાનેલી)
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
