News of Monday, 16th November 2026
જામનગર જિલ્લાના લાલપુર પોલીસનો સપાટો : ટેભડા ગામમાં કેબલ ચોરીનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ
પવનચક્કીના કોપર કેબલની ચોરી કરનારા બે ઈસમો ઝડપાયા, રૂ. ૩૩,૦૭૫નો મુદ્દામાલ કબ્જે, ચોરીમાં વપરાયેલી સુઝુકી એક્સેસ મોપેડ પણ જપ્ત, પોલીસે અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૬ જિલ્લામાં અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં લાલપુર પોલીસને મોટી સફળતા મળી છે. ટેભડા ગામમાં પવનચક્કીનો કેબલ ચોરી કરનારા બે ઈસમોને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી પોલીસે અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લેપ રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓએ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય, જેથી જામનગર જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની (IPS) તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી લાલપુર વિભાગ લાલપુરના પ્રતિભા સાહેબ (IPS) નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સુચના આધારે, લાલપુર પો.સ્ટે.ના I/C પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એ.જી. જાડેજા સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ તેઓની રાહબરી હેઠળ લાલપુર પો.સ્ટે.ના માણસો લાલપુર પો.સ્ટે. વિસ્તારમાં અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા.
ગઈ તા. ૦૫/૧૧/૨૦૨૬ ના રોજ ટેભડા ગામ પવનચક્કી લોકેશન નંબર ૪૦૧, ૪૦૨, ૪૦૩ ના લોકેશનમાંથી પવનચક્કીની અંદર મશીનમાં જતો અર્થિંગનો કોપર કેબલ વાયર આશરે ૩૦ મીટરનો કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોય જે અંગે લાલપુર પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૩૬૨૫૦૯૨૩/૨૦૨૬ બી.એન.એસ. એક્ટ ૩૦૩(૨) મુજબનો ગુન્હો તા. ૧૫/૧૧/૨૦૨૬ ના કલાક ૧૭/૧૫ વાગ્યે જાહેર થયેલ હોય જે વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવા અંગે I/C પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એ.જી. જાડેજા સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ તેઓની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા તે ગઈ તા. ૧૫/૧૧/૨૦૨૬ ના રોજ કલાક ૨૩/૦૦ વાગ્યાથી નાઈટ રાઉન્ડમાં તે દરમ્યાન તા. ૧૬/૧૧/૨૦૨૬ ના કલાક ૦૦/૦૫ વાગ્યાના દરમ્યાન લાલપુર પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. મનહરસિંહ એન. જાડેજા તથા જયપાલસિંહ એસ. જાડેજા તથા પો.કોન્સ. સંદિપભાઈ રામભાઈ હુંણ તથા દિવ્યેશભાઈ રાજશીભાઈ ભીંભા તથા અરજણભાઈ હરદાસભાઈ ચાવડા તથા વિજયભાઈ દેવાયતભાઈ કરેંગીયા નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે હકીકત મળેલ કે આ કામે સદરહુ ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ગોદાવરી ગામના પાટીયેથી બે ઈસમ સુઝુકી કંપનીનું એક્સેસ મો.સા. લઈને નીકળનાર છે તેવી ચોક્કસ હકીકત આધારે આરોપી નંબર (૧) હાજીભાઈ સ/ઓ આદમભાઈ મુસાભાઈ ખફી જાતે સુમરા ઉંમર વર્ષ-૩૨ ધંધો-મજુરી રહેવાસી-મસીતીયા ગામ માઈશાબાની દરગાની બાજુમાં જુના કબ્રસ્તાનની બાજુમાં તાલુકો-જિલ્લો-જામનગર મોબાઈલ નંબર-૮૮૬૬૬ ૩૨૧૩૭ તથા નંબર (૨) વાળા ઈસમનું પંચો રૂબરૂ નામઠામ પુછતા પોતાનું નામ ઈરફાનભાઈ સ/ઓ અબ્બાસભાઈ જુસબભાઈ ખફી જાતે-સુમરા ઉંમર વર્ષ-૩૧ ધંધો-મજુરી રહેવાસી-મસીતીયા ગામ મોબાઈલ ફોનના ટાવરની બાજુમાં તાલુકો-જિલ્લો-જામનગર મોબાઈલ નંબર-૬૩૫૪૮ ૦૪૮૫૫ વાળાઓને પકડી પાડી જેમાં (૧) એક પ્લાસ્ટીકના બાચકામાં ૧૫૦ એમ.એમ.ના કોપર વાયરના અલગ અલગ ટુકડા જેની કિ. રૂ. ૨૮,૦૦૦/- તથા (૨) તણીપાનું કિ. રૂ. ૩,૫૦/- તથા (૩) ચોરી કરવામાં ઉપયોગ કરેલ સુઝુકી કંપનીનું એક્સેસ મો.સા. જેના રજી.નં. GJ-10-AK-7673 ની કિંમત રૂપિયા-૪,૫૦૦/- તથા (૪) એક સફેદ કલરનું સુતરનું દોરડું (નાળો) આશરે ૧૭ ફુટ કિંમત રૂપિયા ૦૦/૦૦ ગણી એમ મળી કુલ કિ. રૂ. ૩૩,૦૭૫/- નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરી ગુન્હો ડિટેક્ટ કરેલ છે.
આ કામગીરી લાલપુર પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી. જાડેજા તથા એ.એસ.આઈ. ડી.સી. ગોહિલ તથા પો.હેડ કોન્સ. મનહરસિંહ એન. જાડેજા તથા જયપાલસિંહ એસ. જાડેજા તથા પો.કોન્સ. સંદિપભાઈ રામભાઈ હુંણ તથા દિવ્યેશભાઈ રાજશીભાઈ ભીંભા તથા અરજણભાઈ હરદાસભાઈ ચાવડા તથા વિજયભાઈ દેવાયતભાઈ કરેંગીયા તથા જી.આર.ડી. સભ્ય અજયસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નાઓના દ્વારા કરેલ છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
