<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

શરીર સબંધી ગુન્હામાં સંકળાયેલ શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામતા જામનગર જિલ્લા પોલીસ વડા

લાલપુરના પીપળી ગામના રહેવાસી પ્રફુલભાઈ ઉર્ફે કાનજી પુંજાભાઇ ટોયટાની પાસા હેઠળ અટકાયત કરી લાજપોર સુરત જેલહવાલે કર્યો

જામનગર જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ અસામાજીક પ્રવૃતિ કરતા શખ્શો વિરૂધ્ધમાં કડક હાથે કામગીરી કરવા નાયબ પોલીસ મહાનિરિક્ષક 

.નિર્લીપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ-રાજકોટ તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) નાઓ દ્વારા સુચના આપવામાં આવેલ જે અન્વયે પો.ઇન્સ.વી.બી. ચૌધરી તથા લાલપુર પો.સ્ટે.ના પો.ઇન્સ.કે.એલ.ગરચર તથા સંદીપભાઇ હુણ, દિલીપસિંહ ગોહીલ, દિગુભા જાડેજા, ટીનુભા જાડેજા દ્વારા જામનગર જીલ્લામાં અગાઉ શરીર સબંધી ગુન્હાની અસામાજીક પ્રવૃતિ સાથે  સંકળાયેલ હોય, તેઓ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ પી.બી.પંડયા (IAS) નાઓ તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ નાઓએ નીચે જણાવેલ ઇસમના પાસા વોરંટ ઇસ્યુ કરતા, જે પાસા વોરંટની બજવણી પોલીસ સબ ઇન્સ એમ.વી.ભાટીયા નાઓ તથા શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવા, સુરેશભાઇ માલકીયા નાઓએ કરી, જેલમા મોકલી આપવા તજવીજ કરેલ છે.


પ્રફુલભાઈ ઉર્ફે કાનજી પુંજાભાઇ ટોયટા (રહે.પીપળી ગામ તા.લાલપુર ) શરીર સબંધી ગુન્હા મધ્યસ્થ જેલ લાજપોર સુરત મોકલી અપાઈ છે 
ઉપરોકત કામગીરી એલ.સી.બી. પો.ઇન્સ. વી.બી.ચૌધરી નાઓ તથા પો.સબ.ઇન્સ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી સ્ટાફના હીરેનભાઇ વરણવા, શરદભાઇ પરમાર, સુરેશભાઇ માલકીયા, તથા પો.ઇન્સ. કે.એલ ગરચર તથા સંદીપભાઇ હુણ દિલીપસિંહ ગોહીલ, દિગુભા જાડેજા, ટીનુભા જાડેજા દ્રારા કરવામા આવેલ.

(10:00 PM IST)