<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

ખેડૂતોના હિત માટે ચેરમેન જિતુભાઇ લાલના નેતૃત્‍વ હેઠળ જામનગર જિલ્લા સહકારી બેંકના સતત પ્રયાસો

પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નીધિ યોજનાના બાકી હપ્તાઓ માટે સરકારભમાં વિવિધ સ્‍તરે રજુઆતો -ખેડૂતોને મળવા પાત્ર સહાય માટે બેંક સક્રિય

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૬ :  જામનગર જિલ્લાના ખેડૂતોના હિત અને કલ્‍યાણને હંમેશા પ્રથમ પ્રાથમિકતા આપતી જામનગર જિલ્લા સહકારી બેંક દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના હેઠળ તાજેતરના હપ્તાની ચુકવણીમાં થયેલા ઘટાડા અંગે ખેડૂતોના હિતમાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બેકના  ચેરમેન જિતુભાઈ લાલના માર્ગદર્શન અને નેતળત્‍વ હેઠળ બેંકનું સંચાલક મંડળ, અધિકારીઓ અને સમગ્ર કર્મચારી પરિવાર ખેડૂતોને મળવાપાત્ર સરકારી સહાય સમયસર પ્રાપ્ત થાય તે માટે સંબધિત સરકારી તંત્ર સાથે સતત સંકલન અને રજૂઆતો કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના હેઠળ અગાઉના હપ્તાઓ દરમિયાન જામનગર જિલ્લા સહકારી બેંક સાથે જોડાયેલા ૨૫ હજારથી વધુ લાભાર્થી ખેડૂતોના ખાતાઓમાં રૂ. ૨,૦૦૦ની સહાયની રકમ જમા થતી હતી.

પરંતુ તાજેતરના હપ્તામાં બેંક મારફતે સહાય મેળવનારા ખેડૂતોની સંખ્‍યા નોંધપાત્ર રીતે ઘટીને આશરે ૩૦૦૦ થી ૩૫૦૦ જેટલી જોવા મળી છે.

આ બાબતને ધ્‍યાનમાં રાખીને બેંક દ્વારા ખેડૂતોના હિતમાં તાત્‍કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બાકી રહેલા ખેડૂતોને સહાય કેમ પ્રાપ્ત થઈ નથી તે અંગે સંબંધિત સરકારી વિભાગો પાસેથી જરૂરી માહિતી અને માર્ગદર્શન મેળવવા સતત રજૂઆતો કરવામાં આવી રહી છે.

માર્ગદર્શન હેઠળ બેંક દ્વારા જિલ્લા ખેતીવાડી વિભાગ, જામનગર, રાજ્‍યના સંબંધિત વિભાગો તથા પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજનાના સંબંધિત તંત્ર સમક્ષ જરૂરી પત્રવ્‍યવહાર અને રજૂઆતો કરવામાં આવી છે.

જામનગર જિલ્લા સહકારી બેંક સહકારી ક્ષેત્રની મૂળ ભાવના મુજબ હંમેશા ખેડૂતો અને ગ્રામ્‍ય જનાના હિતને કેન્‍દ્રમાં રાખીને કામગીરી કરતી આવી છે.  બેંકના ચેરમેન જિતુભાઇ લાલના નેતૃત્‍વ હેઠળ બેંકના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર તથા સંચાલક મંડળના તમામ સભ્‍યો, વહીવટી તંત્ર, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખેડૂતોના હિતમાં જરૂરી સહયોગ આપવામાં આવી રહ્યો છે.

જામનગર જિલ્લા સહકાર બેંકનો મુળ ઉદેશ જ ખેડૂતો અને ગ્રામ્‍ય સમાજના આર્થિક હિતને મજબૂત બનાવવાનો રહ્યો છે. ચેરેમન જિતુભાઇ લાલના સક્રિય નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ બેંક ખેડૂતોના પ્રશ્‍નોના નિરાકરણ માટે સતત અગ્રેસર રહી છે.

(1:27 PM IST)