<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

જામનગર જિલ્લા કલેક્‍ટર પી.બી.પંડ્‍યા અને નિવાસી અધિક કલેક્‍ટર એસ.એમ.કાથડેએ વસ્‍તી ગણતરી-૨૦૨૭ માટેની સ્‍વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી

૩૧ મે ૨૦૨૬ સુધી http://se.census.gov.in પોર્ટલ પર ઓનલાઈન સ્‍વ-ગણતરી કરી શકાશે, ગુજરાતમાં ૧ થી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન ઘર યાદીની કામગીરી હાથ ધરાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૧ :..  વસ્‍તી ગણતરી-૨૦૨૭ એ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ રાષ્‍ટ્ર નિર્માણની મહત્‍વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્‍યમાં જનગણના-૨૦૨૭ અંતર્ગત સ્‍વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાની શરૂઆત થઈ છે. જે અંતર્ગત જામનગર જિલ્લા કલેક્‍ટર પી.બી.પંડ્‍યા અને નિવાસી અધિક કલેક્‍ટર એસ.એમ.કાથડેએ વસ્‍તી ગણતરી અંતર્ગત સ્‍વ-ગણતરી પૂર્ણ કરી છે.

કલેક્‍ટરશ્રીએ જામનગર જિલ્લાના નાગરિકોને પણ રાષ્‍ટ્રહીતમાં સ્‍વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરી છે. નાગરિકો આગામી તા. ૩૧ મે ૨૦૨૬ સુધી ઓનલાઈન પોર્ટલ http://se.census.gov.in પર જઈ સરળતાથી પોતાની જાતે સ્‍વ-ગણતરી કરી શકશે. વસ્‍તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે.

જ્‍યારે વસ્‍તીગણતરીના કર્મચારી ઘરની મુલાકાતે આવે ત્‍યારે તેમને આ આઈડી નંબર બતાવવાનો રહેશે. જો આ આઈડી ડેટા સાથે મેચ થઈ જશે તો વિગતો કન્‍ફર્મ ગણાશે, અન્‍યથા કર્મચારી નવેસરથી માહિતી એકત્ર કરશે.

(11:03 AM IST)