News of Wednesday, 29th July 2026
ધી જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેન્ક ખેડૂતો-ગ્રામીણ સમુદાય માટે આર્થિક ઉત્થાનનું કેન્દ્રઃ અમિતભાઈ શાહ
રૂ.૨૫ કરોડના ખર્ચે નિર્મિત ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના નવનિર્મિત ‘સહકાર ભવન'નું કેન્દ્રીય ગળહ અને સહકારીતા મંત્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ : રાજ્યમાં સેવા મંડળી, ક્રેડીટ મંડળી, મહિલા મંડળીને કારણે ગરીબ, પછાત, ખેડૂતો અને શ્રમિકો આર્થિક રીતે પગભર અને સમળદ્ધ થયા છેઃ કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકારી બેંકોમાં પારદર્શિતા, ડિજિટલ બેંકિંગ, માઇક્રો ATM, બેંક મિત્ર અને અન્ય આધુનિક સેવાઓનો વ્યાપ વધ્યો છેઃ ભુપેન્દ્રભાઈ પટેલ : અંદાજિત રૂ.૨૫ કરોડના ખર્ચે ૨૫ હજાર ચોરસ ફૂટમાં નિર્માણ પામેલ સહકાર ભવનમાં કોન્ફરન્સ રૂમ, ખેડૂતો માટે ડોર્મિટરી રેસ્ટ રૂમ, રસોડું, ડાઇનિંગ હોલ અને કિસાન છાત્રાલય જેવી વિશિષ્ટ સુવિધાઓનો સમાવેશ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૯: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમળદ્ધિ અભિયાનથી પ્રેરણા લઈ ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લી.ની મુખ્ય કચેરીના નવનિર્મિત સહકાર ભવનનું કેન્દ્રીય ગળહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે લેવાયેલા વિવિધ ક્રાંતિકારી ઇનિશિયેટિવ્સ ગ્રામીણ સહકારી સેક્ટરને વધુ સક્ષમ અને સમળદ્ધ કરવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયા છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમળદ્ધિ'ના દ્રષ્ટિબિંદુને સાકાર કરવામાં જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકનું આ નવનિર્મિત ‘સહકાર ભવન' એક મહત્વપૂર્ણ માધ્યમ બનશે.તેમણે બેંકના ચેરમેન જીતુભાઈ લાલ અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સને અભિનંદન પાઠવતા ઉમેર્યું કે, આ આધુનિક ભવન માત્ર એક ઈમારત નથી પરંતુ સમગ્ર હાલર પંથકના ખેડૂતો, પશુપાલકો અને ગ્રામીણ સમુદાયના આર્થિક ઉત્થાનનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
આ લોકાર્પણ સમારોહમાં ગાંધીનગરથી વર્ચ્યુઅલ સહભાગી થતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોદી ૩.૦ માં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યમાં બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરની ભૂમિકા અતિ મહત્વની છે. અલગ સહકાર મંત્રાલયની રચના બાદ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના નેતળત્વમાં સહકારી ક્ષેત્ર વધુ મજબૂત અને પારદર્શક બન્યું છે. સહકારી બેંકો એ ‘નાના માણસોની મોટી બેન્ક' છે, જેણે સેવા, ક્રેડિટ અને મહિલા મંડળીઓ મારફતે ગરીબો, પછાતો, શ્રમિકો અને ખેડૂતોને આર્થિક રીતે પગભર કર્યા છે. માઇક્રો ATM, બેંક મિત્ર અને ડિજિટલ બેન્કિંગ જેવી આધુનિક સેવાઓને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કિંગ ક્ષેત્રે લોકોનો વિશ્વાસ વધ્યો છે.
વન અને પર્યાવરણ વિભાગના મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના સબળ નેતળત્વમાં સહકાર ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણયો લેવાયા છે. ગામેગામ મંડળીઓનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર ખેડૂતોની સાથે મક્કમતાથી ભી છે, જેના ભાગરૂપે અતિવળષ્ટિમાં ખેડૂતોને રૂ.૧૧,૫૦૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે તથા ટેકાના ભાવે પૂરતી ખરીદી કરીને ખેડૂતોને સમળદ્ધિના માર્ગે આગળ લઈ જવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઈ બેરા તેમજ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે પણ પોતાના ઉદબોધનમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના સબળ નેતળત્વના માધ્યમથી સહકારી ક્ષેત્રનો થયેલ વિકાસ તથા જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંકની ખડુતોના ઉત્થાનમાં ભૂમિકા વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી.
આ તકે ધી ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલે સ્વાગત વિધિ વડે સૌને આવકાર્યા હતા અને બેંકની કામગીરીની ઝીણવટભરી માહિતી રજૂ કરી હતી જ્યારે કાર્યક્રમની આભાર વિધિ મૌલિક હાથીએ કરી હતી.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રેમતી રિવાબા જાડેજા, મેયર મોનિકાબેન વ્યાસ, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, જિલ્લા કલેકટર પી.બી. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી નિશા, ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા મેઘજીભાઈ ચાવડા, અગ્રણી બીનાબેન કોઠારી, મયુરભાઈ ગઢવી, બ્રિજરાજસિંહ જાડેજા, ચીમનભાઈ સાપરીયા, ડો.વિનુભાઈ ભંડેરી, મુકુંદભાઈ સભાયા, બળદેવસિંહ જાડેજા, સી.આર જાડેજા સહિત બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
