<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

જામનગર સીટી સી ડિવિઝન પોલીસે ચાર સજાના નાસતા ફરતા ત્રણ આરોપીને ઝડપી જેલહવાલે કર્યા

પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ત્રણેય આરોપીને ઝડપી લીધા

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વીભાગ નિર્લિપ્તરાય (IPS) તથા જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવી મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લા મા નાસ્તા ફરતા આરોપીઓને શોઘી કાઢવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અઘિક્ષક જામ શહેર જયવિરસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન મુજબ.

જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. પો.ઇન્સ એન.બી.ડાભીની સુચના મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ.વી.એ.પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. રાજેશભાઇ ભીમજીભાઇ બથવાર તથા પો.હેડ કોન્સ ખીમશીભાઇ ગોવિંદભાઇ ડાંગર નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમીયાન બાતમી આધારે નિચે મુજબના ચાર સજા વોરંટના ત્રણ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કરેલ છે.
१) ૫ માં એડીશ્નલ ચીફ જયુડી મેજીસ્ટ્રેટ સાહેબની | કોર્ટ ના ફો.કે.ન-૩૫૮૦/૨૦૨૪
યુગલ જીતેન્દ્રભાઇ હિંગોરીયા રહે.બ્લોક નં-૯૯/૩ આવાસ કોલોની અંધાશ્રમ ફાટક પાસે જામનગર
२ )૫ માં એડીશ્નલ ચીફ જયુડી મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટના ફો.કે.ન-૮૮૫૦/૨૦૨૩
વિપુલભાઇ મુળજીભાઇ વાઘેલા ઉવ-૩૪ રહે.ખેતીવાડી સામે ઇન્દીરા કોલોની શેરી નં-૧ જામનગર
3 )૫ માં એડીશ્નલ ચીફ જયુડી મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટના (૧) ફો.કે.નં.૭૨૭૪/૨૦૧૮
(૨)ફો.કે.નં-૭૨૭૫/૨૦૧૮
કેશુભાઇ દેવાભાઇ ઓડેદરા ઉવ-૪૨ રહે.મયુરનગર આશીર્વાદ એપાર્ટમેન્ટ સેકન્ડ ફલોર જામનગર
આ કાર્યવાહી થાણા અધિકારી તથા સર્વેલન્સ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

(8:32 PM IST)