<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

વિદેશ જવાની લાલચ આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપીને જામનગર સીટી ‘સી’ ડિવિઝન પોલીસે રાજકોટ ખાતેથી ઝડપી પાડ્યો, અસલ પાસપોર્ટ અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે

રાજેન્દ્ર મુળજીભાઈ રાજગોરે બે અલગ-અલગ ફરિયાદીઓ પાસેથી કુલ રૂ. 7,94,500 પડાવી લીધા હતા, એજન્ટ તરીકે ઓળખ આપી પાસપોર્ટ અને રોકડ લઈ પરત ન આપી છેતરપિંડી આચરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 18  : વિદેશ જવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપીને જામનગર સીટી ‘સી’ ડિવિઝન પોલીસે રાજકોટ ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી અસલ પાસપોર્ટ-25 અને મોબાઈલ ફોન-4 કિ.રૂ. 50,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 

પ્રથમ ગુનો જામનગર સીટી ‘સી’ ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં-11202002260733/2026 ભારતીય ન્યાય સંહિતા કલમ 316(2), 318(4) મુજબ નોંધાયો હતો. ફરિયાદી ગંભીરનાથ ખીમનાથ કંથરાય, ઉ.વ. 35, ધંધો ડ્રાઇવિંગ, રહે. ખંભાળિયા સાથે આરોપી રાજેન્દ્ર મુળજીભાઈ રાજગોર, રહે. મયુર સોસાયટી, એરપોર્ટ રોડ, જામનગર વાળાએ વિદેશ જવાની લાલચ આપી અસલ પાસપોર્ટ તથા રોકડા રૂપિયા 1,24,500 લઈ પરત ન આપી છેતરપિંડી કરી હતી. આ ગુનો તા. 22/04/2026ના રોજ જાહેર થયો હતો.

 

બીજો ગુનો પો.સ્ટે. ગુ.ર.નં-11202002260745/2026 ભારતીય ન્યાય સંહિતા કલમ 316(2), 318(4), 54 મુજબ નોંધાયો હતો. ફરિયાદી ઇલાબેન વા/ઓ ગલાભાઇ ખડેખા, ઉ.વ. 40, ધંધો પ્રા. નોકરી, રહે. અમદિયાણા, તા. રાણાવાવ, જિ. પોરબંદર તથા સાહેદોને આરોપી રાજેન્દ્ર મુળજીભાઈ રાજગોર, નીઝામ હુસેન ફુસમા અને રીઝવાના હમીરભાઈ સોરા એ વિદેશ જવાની લાલચ આપી અસલ પાસપોર્ટ તથા રોકડા રૂપિયા 6,70,000 લઈ પરત ન આપી છેતરપિંડી કરી હતી. આ ગુનો તા. 27/04/2026ના રોજ જાહેર થયો હતો.

 

ઉપરોક્ત ગુનાઓના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, શ્રી નિર્લિપ્તરાય સાહેબ (IPS) તથા પોલીસ અધિક્ષક જામનગર શ્રી ડૉ. રવીમોહન સૈની સાહેબ (IPS) નાઓએ સૂચના કરેલ હતી. નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ જામનગર સીટી ‘સી’ ડિવિ. પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી એન.બી. ડાભીની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઇન્સ. વી.એ. પરમાર, પો.સબ.ઇન્સ. કે.એચ. ચાવડા તથા સર્વેલન્સ સ્કોડની અલગ-અલગ ટીમ બનાવી ખાનગી બાતમીદારો તથા આરોપીઓના મોબાઇલ લોકેશન મેળવી એનાલીસીસ કરી એલ.સી.બી.ના ટેકનિકલ સેલની મદદ મેળવી હતી.

 

આ કાર્યવાહી દરમિયાન આરોપી રાજેન્દ્ર મુળજીભાઈ રાજગોર, ઉ.વ. 36, ધંધો એજન્ટ, રહે. જામનગર હાલ રાજકોટ ખાતે હોવાની બાતમી મળતા તેને રાજકોટ ખાતેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપી પાસેથી પાસપોર્ટ-25 અને મોબાઇલ ફોન-4 કિ.રૂ. 50,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કામગીરી ચાચા અધિકારી તથા સર્વેલન્સ સ્ટાફ તેમજ એલ.સી.બી.ના ટેકનિકલ સેલ દ્વારા કરવામાં આવેલ છે.

(2:34 PM IST)