<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

જામનગરમાં હસ્‍તે વૃદ્ધોને સોમનાથ મહાદેવના ચરણોમાં ધરેલા વસ્ત્રો-પ્રસાદ અપાયા

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસે સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: સોમનાથ ટ્રસ્‍ટ, પ્રભાસ પાટણ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસના અવસરે જામનગર ખાતે વડીલોની સેવાના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેવાયજ્ઞ અંતર્ગત જામનગર જિલ્લાના વિવિધ વળદ્ધાશ્રમોમાં રહેતા વડીલોને સોમનાથ મહાદેવના ચરણોમાં ધરેલ પવિત્ર વષાો અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેના ભાગરૂપે સાંસદ પુનમબેન માડમ અને જિલ્લા કલેક્‍ટર પી.બી.પંડ્‍યા એમ.પી. શાહ વળદ્ધાશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા. અને વળધ્‍ધાોને પ્રસાદી અને વષાોનું વિતરણ કર્યુ હતું.

સાંસદશ્રીએ વળદ્ધાશ્રમની મુલાકાત દરમિયાન વળદ્ધજનો સાથે વાતચીત કરી તેમની સુખાકારી અંગે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે સોમનાથથી મોકલવામાં આવેલી પ્રસાદી તેમજ વષાોનું ૧૧૪ જેટલા વળદ્ધજનોને વિતરણ કરવામાં આવ્‍યું હતું. વડાપ્રધાનશ્રીના જન્‍મદિવસ નિમિત્તે યોજાયેલી આ સેવાકીય પ્રવળત્તિ દ્વારા વળદ્ધજનો પ્રત્‍યે સન્‍માન, સંવેદના અને આત્‍મીયતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો.

ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લાના અન્‍ય વળદ્ધાશ્રમો શ્રી આણંદાબાવા સેવા સંસ્‍થા સંચાલિત મહિલા વળદ્ધાશ્રમ, વાત્‍સલ્‍ય ધામ વળદ્ધાશ્રમ (વસઈ), અને તપોવન ફાઉન્‍ડેશન વડીલ વળદ્ધાશ્રમ (વિજરખી) ખાતે પણ તમામ  વડીલોને સોમનાથ મહાદેવના આશીર્વાદ સ્‍વરૂપ વષાો અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્‍ટ અને જિલ્લા પ્રશાસનના આ દિવ્‍ય આયોજનને વડીલોએ બિરદાવ્‍યું હતું.

કાર્યક્રમમાં ડેપ્‍યુટી મેયર રાકેશભાઈ ડેર, કોર્પોરેટરોશ્રી સંજય મુંગરા અને જ્‍યોત્‍સનાબેન પાંભર, સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીશ્રી શરદભાઈ શેઠ, ડો. રૂપેનભાઈ દોઢિયા, કિરીટભાઇ મેહતા, મિલનભાઈ દોઢિયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હસમુખ રામાણી વગેરે ઉપસ્‍થિત રહી વડીલોની સેવામાં સહભાગી બન્‍યા હતા.

(1:19 PM IST)