<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

જામનગર આખુ યોગમય બન્‍યુ

 

જામનગરઃ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં ‘વિકાસ, વિશ્વાસ અને જનકલ્‍યાણ' કાર્યક્રમોની શ્રેણી ચાલી રહી છે. જે અંતર્ગત જામનગરના અજીતસિંહજી પેવેલિયન ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે એક વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વિકસિત ભારતના સંકલ્‍પ સાથે યોજાયેલી આ શિબિરમાં રાજ્‍યના મંત્રી રીવાબા જાડેજા ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સેનાના ત્રણેય પાંખના જવાનો, પોલીસ કર્મચારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ  યોગાભ્‍યાસ કર્યો હતો. સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણના ૧૨ વર્ષની વિકાસયાત્રાને સમર્પિત આ યોગ શિબિરમાં જામનગર આખું યોગમય બન્‍યું હતું.  આ શિબિરમાં ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના સ્‍ટેટ કોર્ડિનેટર અનિલ ત્રિવેદી દ્વારા વિવિધ આસનો અને પ્રાણાયામનો અભ્‍યાસ કરાવવામાં આવ્‍યો હતો. ટ્રેનરોએ યોગના શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક ફાયદાઓ સમજાવીને તેને દૈનિક જીવનનો હિસ્‍સો બનાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં જામનગરના મેયર મોનિકાબેન વ્‍યાસ, કલેક્‍ટર પી.બી. પંડ્‍યા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, અને જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની સહિત આર્મી, નેવી અને એરફોર્સના જવાનો અને NCC કેડેટ્‍સે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી સ્‍વસ્‍થ જીવનશૈલીનો સંકલ્‍પ લીધો હતો.(તસવીરઃ  કિંજલ કારસરીયા, જામનગર)

(1:26 PM IST)