<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

જામનગરમાં સ્વામીનારાયણનગર ડ્રીમ સીટી વિસ્તારમાંથી પત્તા પ્રેમી મહિલાઓને પકડી પાડતી જામનગર સીટી "બી" ડીવીઝન પોલીસ સ્ટેશન

બાતમીના આધારે પોલીસે રહેણાંક મકાનમા રેડ કરીને છ મહિલાઓને જુગાર રમતા ઝડપી લીધી

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લીપ્ત રાય (IPS) નાઓ ધ્વારા પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝલા નાઓએ જામનગર જીલ્લામાથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા સીટી બી ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સ.એન.એમ.ગઢવીનાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. ડી.જી.રાજ તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન જયદીપસિંહ એમ.જાડેજા તથા ક્રિપાલસિંહ પી.સોઢા તથા કલ્પેશભાઇ આર.અઘારાને ખાનગી રાહે હકિકત મળેલ હોય કે સ્વામીનારાયણનગર ડ્રીમ સીટી શેરી નં.૦૬ રીનાબેન રમેશભાઇ પટેલના મકાન પાસે ગંજીપત્તાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમે છે જે હકીકત મળેલ હોય અને હાલ જુગાર ચાલુ હોય જે આધારે હકીકત વાળી જગ્યાએ આજરોજ સદર જગ્યા એ રેઈડ કરતા છ મહીલાઓ ગોળ કુંડાળુ વળી બેસી ગંજીપાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી પૈસાની લેતી દેતી કરી જુગાર રમતા હોય જે તમામ મહિલા આરોપીઓના નામ નીચે મુજબ છે.

૧) રીનાબેન રમેશભાઇ પટેલ જાતે-પટેલ ઉ.વ.૩૬ ધંધો-ઘરકામ રહે સ્વામીનારાયણનગર શેરી નં.૦૬ બ્લોક નં.૧૧૯/૦૬ જામનગર (૨) હેમાબેન પરેશભાઇ ખુબચંદાણી જાતે-સિંધી ઉ.વ.૪૧ ધંધો- ઘરકામ રહે એમ્યુઝમેન્ટ પાર્ક કીંગ પેલેસ પાસે ટેનામેન્ટ -૦૨ "રાશી" નામનું મકાન જામનગર (૩) લતાબેન હરીશભાઇ હિંદુજા જાતે-લોહાણા ઉ.વ.૪૨ ધંધો ઘરકામ રહે ખોડીયાર કોલોની જાગુતી હોટલ વાળી ગલી જામનગર (૪) સુનીતાબેન જીતુભાઇ નાગપાલ જાતે-સિંધી ઉ.વ.૩૭ ધંધો ઘરકામ રહે પટેલ પાર્ક શેરી નં.૧૧ જડેશ્વર મહાદેવ ના મંદીર પાસે સાધના કોલોની પાછળ જામનગર (૫) મધુબેન જેરામભાઇ વાછાણી જાતે-સુથાર ઉ.વ ૫૬ ધંધો ઘરકામ રહે મેહુલ ટેલીફોનીક એક્સચેન્જ પાસે આવાસ રોડ એમ્યુઝમેન્ટ પાર્ક રોડ જામનગર (૬) આશાબેન યોગેશભાઇ મેવાડા જાતે-સુથાર ઉ.વ.૪૬ ધંધો.ઘરકામ રહે,ગુલાબનગર શ્યામ ટાઉનશીપ સોસાયટી શેરી નં.૦૭ જામનગર મુળ રહે,રાધનપુર રોડ શ્રી જી શહણમ ફ્લેટ ૧૦૧ મહેસાણા વાળાઓને કુલ રોકડા રૂપીયા ૩૦,૮૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ- પર કિ.રૂ ૦૦/૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ ૧૨ મુજબ પો. કોન્સ.જયદીપસિંહ એમ.જાડેજાએ ફરિયાદ આપેલ છે. અને પો.હેડ કોન્સ ક્રિપાલસિંહ પી.સોઢા દ્વારા આગળની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી પોલીસ ઈન્સ.એન.એમ.ગઢવી તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. ડી.જી.રાજ તથા એ.એસ.આઈ. મુકેશસિંહ રાણા, રવિન્દ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. ક્રીપાલસિંહ સોઢા,જયપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. સાજીદભાઈ બેલીમ, જયદીપસિંહ જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા, કલ્પેશભાઈ અઘારા, ધર્મેન્દ્રસિંહ વાઢેર, રવીકાંતભાઇ રાઠૌર, કપીલભાઇ ગુજરીયા, નીલેશભાઇ ઠાકરીયા કરવામાં આવેલ છે. દ્વારા

(11:05 PM IST)