તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
જામનગર આમ આદમી પાર્ટી શહેર સમિતિ તાત્કાલિક અસરથી બરખાસ્ત
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના પક્ષના નેતાઓનો મોટો નિર્ણય

જામનગર:જામનગરમાં આમ આદમી પાર્ટીના સંગઠનને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીની જામનગર શહેર સમિતિને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવામાં આવી છે. પક્ષના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
શહેર સમિતિને બરખાસ્ત કરવાના નિર્ણયને પગલે જામનગરના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. આ નિર્ણય પાછળનાં કારણો, શહેર સંગઠનની આગામી રચના તથા નવા હોદ્દેદારોની નિમણૂક અંગે પક્ષ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.
આમ આદમી પાર્ટીના આગામી સંગઠનાત્મક પગલાં અંગે હવે રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
