તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
જામનગર 79, વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ સહપરિવાર કર્યું મતદાન : નાગરિકોને કરી મતદાનની અપીલ
લોકશાહીના પર્વમાં જનપ્રતિનિધિ પણ બન્યા સહભાગી, કહ્યું- મજબૂત શહેર માટે દરેક મત જરૂરી; બૂથ પર કાર્યકરો સાથે જોવા મળ્યો ઉત્સાહ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત આજે રવિવારે જામનગર 79, વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ સહપરિવાર મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાન કર્યા બાદ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ જણાવ્યું કે લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિકની સહભાગીદારી અત્યંત જરૂરી છે. મજબૂત અને વિકસિત શહેરના નિર્માણ માટે દરેક એક મત કિંમતી છે. તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું કે ગરમી વધે તે પહેલા સવારના સમયે વધુમાં વધુ મતદાન કરો.
આ પ્રસંગે મતદાન મથક પર ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યેશભાઈ અકબરીએ પરિવાર સાથે લાઈનમાં ઊભા રહીને સામાન્ય મતદારની જેમ મતદાન કર્યું હતું. તેમના આ પગલાને લોકોએ વધાવી લીધું હતું.
79, વિધાનસભા વિસ્તારમાં સવારથી જ મતદાન મથકો પર મતદારોનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
