<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

જામકંડોરણામાં ભવ્‍ય તિરંગા યાત્રા સાથે દેશભકિતના રંગે રંગાયું

જામકંડોરણાઃ સ્‍વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તાલુકા વહીવટી તંત્ર તેમજ તાલુકા ભાજપ દવારા ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયાની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય અને વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગાયાત્રા ઈન્‍દીરા નગર પ્રાથમિક શાળાથી શરૂ થઈ બસ સ્‍ટેશન, પટેલ ચોક થઈ તાલુકા પંચાયત કચેરી ખાતે પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રા ડી.જે.માં રાષ્ટ્રભક્‍તિના ગીતો સાથે તેમજ હાથમાં તિરંગા સાથે ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા, મંડલના પ્રભારી પ્રફુલભાઈ ટોળીયા, તાલુકા ભાજપ પ્રમુખ અશોકસિહ વાઘેલા, મહામંત્રી ગૌતમભાઈ વ્‍યાસ, આશિષભાઈ કોયાણી, રાજકોટ જીલ્‍લા ભાજપ ઉપપ્રમુખ સુરેન્‍દ્રસિહ વાળા સહિતના આગેવાનો, હોદેદારો, કાર્યકરો તેમજ મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિકારી તેમજ પોલીસના જવાનો, આંગણવાડીની બહેનો, દરેક વિભાગના કર્મચારીઓ, શાળાના બાળકો તથા શિક્ષકો, વેપારીઓ, તેમજ ગ્રામજનો જોડાયા હતા આ તિરંગાયાત્રામાં હાથમાં તિરંગા સાથે મોટી સંખ્‍યામાં લોકો જોડાતા જામકંડોરણા શહેર દેશભકિતના રંગે રંગાઈ ગયું હતું તેમજ આ તિરંગાયાત્રામાં લોકોએ ઉત્‍સાહભેર ભાગ લઈ રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ પ્રસરાવ્‍યો હતો.(તસ્‍વીરઃ અહેવાલઃ મનસુખભાઇ બાલઘા જામકંડોરણા)

(10:04 AM IST)