<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

જામજોધપુર કોંગ્રસ દ્વારા જિલ્લાને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવા, ખેડૂતો ના દેવા માફી સહિત વિવિધ માંગણીઓ સાથે આવેદન

(ઝીલ વ્‍યાસ દ્વારા) જામજોધપુર, તા. રઃ કોંગસ દ્વારા જામનગરજિલ્લામાં ઓછો વરસાદ પડ્‍યો હોય ખેડુતોની સ્‍થિતી કફોડી હોય જેથી કરી જામનગર જિલ્લાને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવા ખેડુતોના દેવા માફ કરવા તેમજ માલધારીઓને ધાસચારો ફાળવવા હાલ ઓછા વરસાદને કારણે રોજગારી ઓછી મળતી હોય મધ્‍યમ વર્ગના લોકોને સસ્‍તાઅનાજનો જથ્‍થો વધુ માત્રામાં આપવા જામજોધપુર તાલુકામાં પવન ચકી સોલાર આવેલ હોઈ જ્‍યાં ખેડુતોને અન્‍યાય થાય નહી યોગ્‍ય વળતર મળે ખેડુતોની મંજૂરી બાદ યોગ્‍ય વળતર સમયસર આપવું અનેક સ્‍કુલમાં શિક્ષકોની ઘટ હોય શિક્ષકો ભરતી કરવી તેમજ જામજોધપુર તાલુકા માં તલાટી મંત્રી ગ્રામ સેવકની ઘટ હોય નવી ભરતી કરવી જેથી તાલુકા મથકોએ વારંવાર ધકા ખાવા પડે જામજોધપુર સરકારી હોસ્‍પીટલ માં પાણી અને ટોઇલેટની સફાઈની વ્‍યવસ્‍થા યોગ્‍ય રીતે કરવી જેથી બહાર ગામથી આવતા લોકોને મુશ્‍કેલી ના પડે આંગણવાડી તથા ત્‍યાંના બાળકોને અપાતા ભોજનની વારંવાર ચકાસણી કરવી જેથી ટાઇફોડ મેલરીયા જેવા રોગોથી બચી શકાય જેવી વિવિધ માંગણી ઓ સાથે ગુજરાત પ્રદેશ સેવાદળના નેતા પ્રગતિ બહેન આહિર જામનગરજિલ્લા કોંગ્રસ પ્રમુખ મનોજભાઈ કથીરીયા, જિલ્લા કિશાન સેલના પ્રમુખ પી.આર. જાડેજા, તાલુકા કોંગ્રસ પ્રમુખ ગોવિંદ ચાવડા, શહેર પ્રમુખ સચિન ચોટાઈ, સંગઠન મંત્રી જમનભાઈ કંટારીયા સહિત તાલુકા શહેરના કોંગ્રસ ના આગેવાનો ખેડુત અગ્રણીઓ પ્રજાજનો વગેરે વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી મીની બસસ્‍ટેન્‍ડથી મામલતદાર કચેરી સુધી રેલિ કાઢી મામલતદારને આવેદન પત્ર પાઠવી પોતાની માંગણી સરકાર સુધી પહોંચાડવા જણાવેલ.

(11:36 AM IST)