તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
જામનગરમાં પેટ્રોલપંપ પર ધાડ પાડી લૂંટ કરનાર 27 વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝાંબુઆ મધ્યપ્રદેશથી ઝડપાયો : 1999માં કિર્તિ પેટ્રોલપંપ પર રૂ.1,60,000ની લૂંટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર બાબુ ઉર્ફે બાબી ભીમાભાઈ ડોડીયાર એલસીબીના સકંજામાં
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના આદેશથી એલ.સી.બી. પો.ઇન્સ. વી.બી.ચૌધરીની ટીમની કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૨ : આજથી આશરે 28 વર્ષ પહેલા 1999માં જામનગર શહેરમાં લાલપુર બાયપાસ નજીક કિર્તિ પેટ્રોલપંપની અંદર લુંટારુ ટોળકી દ્વારા ધાડ પાડી રૂપિયા 1,60,000ની લૂંટ ચલાવવામાં આવી હતી. આ બનાવ જે તે વખતે ખુબજ ચકચારી બનવા પામેલ હતો અને આ ગુનાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર આરોપી બાબુ ઉર્ફે બાબી ભીમાભાઈ ડોડીયાર રહે.કાકરાદરાગામ તા.રાણપુર જી.ઝાંબુઆ મધ્યપ્રદેશ વાળો આજદિન સુધી પોતાની ધરપકડ ટાળવા ઓળખ છુપાવી નાસતો ફરતો હોય, જેમાં નામદાર કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધમાં સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ જારી કરવામાં આવેલ હતુ.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની નાઓએ આ ગુનાના કામેના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા એલ.સી.બી. પો.ઇન્સ. વી.બી.ચૌધરી નાઓને સૂચના આપેલ હતી. જેના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સ દ્વારા રાજ્યના અલગ અલગ શહેર જીલ્લાઓમાં આ પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓના પ્રોફાઈલ ચેક કરી સદરહુ આરોપીના સરનામા વાળા ગામના લોકોના આધારકાર્ડ, ડેટા તેમજ મતદાર યાદી તપાસી આરોપીની શોધ ખોળ કરવા ડીપ સર્ચ હાથ ધરવામાં આવેલ.
જે દરમ્યાન આરોપીની હાજરી અલગ અલગ સમયે અલગ અલગ ત્રણ રાજ્યમાં જણાઈ આવેલ. જે આધારે આરોપીને શોધવા એલ.સી.બી.ના ભરતભાઈ ડાંગર, અરજણભાઈ કોડીયાતર, કિશોરભાઈ પરમાર તથા ધમેન્દ્રસિંહ જાડેજા નાઓને હરીયાણા, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ ખાતે મોકલી તપાસ કરતા આરોપી ઝાંબુઆ મધ્યપ્રદેશ ખાતેથી મળી આવતા આરોપી બાબુ ઉર્ફે બાબી ભીમાભાઈ ડોડીયારને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરવામાં આવેલ. સદરહુ આરોપી ભૂતકાળમાં દ્વારકા ખાતેના સુપ્રસિદ્ધ રૂકમણી મંદિરમાં પણ લૂંટ ચલાવવામાં પકડાયેલ હતો.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
