<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

જાળિયાના શ્રી શિવકુંજ આશ્રમમાં જળજીલણી એકાદશી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી : શ્રી સત્યનારાયણ ભગવાનની મહાપૂજા કથા યોજાઈ : જુઓ વિડીયો

કથાકાર વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં શ્રી ઠાકરદાદાની પાલખીના સામૈયા યોજાયા : પૂજારી અશોકરામજી ટીલાવત, આશ્રમ પરિવાર અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા

જાળિયા: લોકસંસ્કૃતિ અને ભારતીય તહેવારોમાં વિશેષ મહાત્મ્ય ધરાવતા જળજીલણી એકાદશીના પર્વ પ્રસંગે જાળિયા ગામ ખાતે આવેલા શ્રી શિવકુંજ આશ્રમમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આસ્થાભેર આયોજન કરવામાં આવ્યું હતું.

આ પવિત્ર પ્રસંગે શિવકુંજ આશ્રમ ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા ભક્તિમય વાતાવરણમાં યોજાઈ હતી. કથાકાર વિશ્વાનંદ માતાજીના પાવન સાનિધ્યમાં શ્રી ઠાકરદાદાની પાલખીના ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર જાળિયા ગામમાં અને આશ્રમ પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આ ધાર્મિક ઉત્સવમાં શિવકુંજ આશ્રમના પૂજારી અશોકરામજી ટીલાવત સાથે આશ્રમ પરિવાર તેમજ મોટી સંખ્યામાં ભાવિક ગ્રામજનો પરમ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે જોડાયા હતા. આ પ્રસંગે મહિલા મંડળ દ્વારા ભક્તિભાવ સાથે સંકીર્તન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)

(11:22 AM IST)