તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
મિતાણા ખાતે જય ગણેશ ગ્રુપ દ્વારા ત્રિદિવસીય એમજી ઓફ-રોડ ડ્રાઇવનો પ્રારંભ
રસ્તા પર દોડતી કાર જયારે પહાડો અને પથરાળ રસ્તાઓ પર ઉતરે ત્યારે રોમાંચ સર્જાય છે

રાજકોટ : મોરબી-રાજકોટ હાઇવે પર મિતાણા નજીક આવેલા મોટર સ્પોર્ટ પાર્ક ખાતે ઓટો મોબાઇલ ક્ષેત્રે વર્ષોથી ગ્રાહકની સેવામાં અગ્રેસર એવા જય ગણેશ ગ્રુપ અને જેએસડબલ્યુ એમજી મોટર્સ દ્વારા આજથી ત્રણ દિવસ માટેનો એમજી ઓફ-રોડ ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જય ગણેશ ગ્રુપના પ્રણેતા દેવજીભાઈ પટેલ, રાજયના મંત્રી કાંતિભાઈ અમળતીયા, ખોડલધામ ગ્રુપના સુરજભાઈ પટેલ, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, ડો. જયેશભાઈ ડોબરીયા, પી.આઈ. ડી.વી. ઝાલા, મામલતદાર પી.એન. ગોર, તાલુકા વિકાસ અધિકારી ગૌતમભાઇ ભીમાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ ખાસ ઇવેન્ટ અંગે માહિતી આપતા પુષ્ટીબેન રજનીકાંતભાઈ પટેલે જણાવ્યું હતુ કે કારના ચલાવવાના શોખીનો અને સાહસિકો માટે આ ત્રીદિવસીયા મેગા રાઇડ અદભુત અને રોમાંચક રહેશે. આ ડ્રાઇવમાં એમજી મેજેસ્ટાર એસયુવીની ક્ષમતા જોવાનો અને અનુભવવાનો લોકોને મોકો મળશે. સામાન્ય રસ્તા પર દોડતી કાર જયારે પહાડી ચઢાણો, કાદવ-કીચડવાળા રસ્તા અને પડકારજનક પથરાળ રસ્તાઓ પર ઉતરે છે ત્યારે ખરેખર રોમાંચ સર્જાય છે. એમજી મોટર્સના એરીયા મેનેજરે જણાવ્યું હતુ કે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને અસાધારણ અનુભવ કરાવવા માટે આ ડ્રાઇવનું આયોજન કરેલુ છે. જય ગણેશ ગ્રુપના એમ.ડી. રજનીકાંતભાઇ પટેલે આ થ્રીલીંગ ઇવેન્ટનો લહાવો લેવા લોકોને અનુરોધ કરેલ છે.
મેગા ડ્રાઇવ માટે રસ ધરાવતા લોકોએ મો.નં. ૭૦૪૩૯ ૧૦૦૦૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે. આ ઇવેન્ટ તારીખ :૨પ સુધી સવારના ૯:૩૦ થી સાંજના પઃ૩૦ સુધી જાહેર જનતા માટે ખુલ્લી રહેશે તેમ યાદીમાં જણાવાયું છે
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
