News of Friday, 4th September 2026
મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે જાગૃતિબેન ગઢિયાની વરણી
નવયુગ પરિવારના સભ્ય જાગૃતિબેન રાજેશભાઈ ગઢિયાની મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે વરણી થતા અભિનંદનવર્ષા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સેવા જેમનો સંકલ્પ, સમાજ જેમનું કર્તવ્ય અને નારીશક્તિજેમની ઓળખ.છે. તેવા નવયુગ પરિવારના પૂર્વ સ્ટાફ જાગૃતિબેન ગઢિયાને નવી જવાબદારી બદલ નવયુગ પરિવારના હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
મોરબી નવયુગ પરિવારના સભ્ય જાગૃતિબેન રાજેશભાઈ ગઢિયાની મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે જહતી નવયુગ પરિવારના પી.ડી.કાંજીયા સહિતની ટીમે તેઓને અભિનંદન આપ્યા હતા અને જાગૃતિબેનનો નવયુગ પરિવાર સાથેનો નાતો પણ વિશેષ રહ્યો છે. તેઓએ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં શિક્ષક તરીકે પોતાની સેવાઓ આપી હતી અને આજની તારીખે પણ તેઓનો સંસથા સાથે આત્મીય સંબંધ યથાવત્ છે. તેઓએ વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન, સમૂહલગ્ન સમિતિમાં સેવા, મહિલા સમિતિમાં કારોબારી સભ્ય તરીકે જવાબદારી સહિત અનેક સામાજિક અને ધાર્મિક સેવાકાર્યોમાં તેમનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. ખાસ કરીને મહિલાઓને સંગઠિત કરવા, નારીશક્તિને પ્રોત્સાહિત કરવા, સામાજિક જાગૃતિ ફેલાવવા અને જરૂરિયાતમંદ લોકો સુધી સેવાભાવ સાથે પહોંચવાના તેમના પ્રયાસોએ સમાજમાં તેમની એક આગવી ઓળખ ઊભી કરી છે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
