તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 18th June 2026
ગોંડલના પ્રવાસે જગદીશ વિશ્વકર્માઃ વૃક્ષારોપણથી લઈ લાઈબ્રેરી લોકાર્પણ સુધી અનેક કાર્યક્રમોમાં સહભાગી
એક પેડ માં કે નામ અભિયાન, પ્રાકળતિક ખેતી કાર્યશાળા, નવલખા પેલેસ મુલાકાત અને સંગઠન સંવાદમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૮: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો ગોંડલ પ્રવાસ અનેક કાર્યક્રમોથી ભરપૂર રહ્યો હતો. તેમણે ગોંડલ ખાતે વળક્ષારોપણથી લઈને વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ સુધીની વિવિધ પ્રવળત્તિઓમાં ભાગ લીધો હતો.
જામવાડી ખાતે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત નમો વન વળક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ વળક્ષારોપણ કરી પ્રકળતિના જતનનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે પર્યાવરણની જાળવણી એ જ આવનારી પેઢી માટે સાચી ભેટ છે.
ત્યારબાદ ગોંડલ ખાતે પ્રદેશ કિસાન મોરચા દ્વારા આયોજિત પ્રાકળતિક ખેતી કાર્યશાળામાં તેમણે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. આ પસંગે પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેનભાઈ હિરપરા સહિત જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં. ખેડૂતોને રાસાયણિક ખાતર વગરની ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગોંડલ પ્રવાસ દરમિયાન પ્રદેશ અધ્યક્ષશ્રીએ ગોંડલના પ્રખ્યાત નવલખા પેલેસ તેમજ ઓર્ચાર્ડ પેલેસની મુલાકાત પણ લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગોંડલના પ્રજાવત્સલ મહારાજા ભગવતસિંહજીના ભવ્ય વારસા, સ્થાપત્ય કલા અને ઐતિહાસિક ધરોહરને નિહાળી હતી.
તેમણે રાજકોટ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પણ સંવાદ કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી અનિરૂધ્ધભાઈ દવે, જિલ્લા પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા સહિત જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ગોંડલ નગરપાલિકા દ્વારા નિર્મિત લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે, જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
