<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

જગદગુરુ કૃષ્ણમણીજી મહારાજે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કર્યું મતદાન, ભક્તોને આપ્યો લોકશાહીનો સંદેશ

શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના વડા અનંતશ્રીવિભૂષિત કૃષ્ણમણીજી મહારાજે નિભાવી નાગરિક ફરજ, કહ્યું- ધર્મ અને કર્તવ્ય બંને જરૂરી; મતદાન મથકે ભાવિકોમાં ઉત્સાહ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ :  સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત રવિવારે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના વડા જગદગુરુ અનંતશ્રીવિભૂષિત કૃષ્ણમણીજી મહારાજે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરીને નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી.

જગદગુરુ કૃષ્ણમણીજી મહારાજે નિયત મતદાન મથક પર પહોંચીને શાંતિપૂર્ણ રીતે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ધર્મનું પાલન કરવાની સાથે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવવી એ પણ દરેક નાગરિકનું કર્તવ્ય છે. મજબૂત લોકશાહી માટે દરેક મત કિંમતી છે.

મતદાન મથક પર જગદગુરુ મહારાજના દર્શન કરીને ભાવિક ભક્તો અને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમના મતદાનથી પ્રેરાઈને અનેક ભક્તોએ પણ મતદાન મથકે પહોંચીને મત આપ્યો હતો.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ધર્મગુરુઓના મતદાનથી લોકશાહીના આ પર્વને વધુ બળ મળ્યું છે. 

(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(10:36 AM IST)