તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
હળવદના ચંદ્રગઢમાં સગા બાપે જ પુત્રની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
મૃતકની પત્નિને અન્ય કોઇ સાથે સંબંધ હોવા અંગે ઠપકો આપતા બંને વચ્ચે ઝઘડો થયો'તો

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨૦: હળવદ તાલુકાના ચંદ્રગઢ (લીલાપર) ગામે વાડી વિસ્તારમાં ગત તારીખ ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાત્રીના સવા નવ વાગ્યા આસપાસ ૨૭ વર્ષીય યુવાન અનિલભાઈ રામજીભાઈ જાદવ (દલવાડી)ની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવ અંગે મળતકના કાકા શામજીભાઈ ક૨શનભાઈ જાદવે અજાણ્યા શખ્સો સામે હળવદ પોલીસ મથકમાં ભત્રીજાની હત્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતાને લઈને રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને મોરબી એસપી મુકેશ પટેલની સૂચનાથી વાંકાનેર ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને હળવદ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસની તપાસની સોય મળતકના પરિવાર તરફ જ જતી હતી. પોલીસે મળતકના ૪૯ વર્ષીય પિતા રામજી ક૨શનભાઈ જાદવની આગવી ઢબે પૂછપરછ ક૨તા સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે, મળતક અનિલની પત્નીને અન્ય કોઈ સાથે લગ્નેત્તર સંબંધો હતા. આ બાબતે પિતા રામજીભાઈએ પોતાના દીકરા અનિલને ઠપકો આપ્યો હતો. જોકે, અનિલને પિતાનો આ ઠપકો ગમ્યો ન હતો, જેના કારણે વાડીએ બંને બાપ-દીકરા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે, મળતક અનિલની પત્નીને અન્ય કોઈ સાથે લગ્નેત્તર સંબંધો હતા. આ બાબતે પિતા રામજીભાઈએ પોતાના દીકરા અનિલને ઠપકો આપ્યો હતો. જોકે, અનિલને પિતાનો આ ઠપકો ગમ્યો ન હતો, જેના કારણે વાડીએ બંને બાપ-દીકરા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પિતા રામજીભાઈએ આવેશમાં આવી જઈને ત્યાં પડેલી લોખંડની કોસ દીકરા અનિલના માથામાં ફટકારી દીધી હતી, જેનાથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે હત્યામાં વપરાયેલ હથિયાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખૂન કર્યા બાદ પિતાએ પુત્રને શોધવાનું અને બેભાન થવાનું નાટક રચ્યું. પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતાએ હથિયાર સંતાડી દીધું હતું અને ઘરે જઈને દીકરો જમવા નથી આવ્યો તેવું કહી તેના જ મોબાઈલ પર ફોન કરવાનું નાટક કર્યું હતું.
ત્યારબાદ ગામના લોકોને સાથે રાખીને વાડીએ પુત્રને શોધવા જવાનો ડોળ કર્યો હતો. વાડીએ દીકરાની લાશ જોઈને પોતે આઘાતમાં બેભાન થઈ ગયા હોવાનું નાટક ક૨ી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ધાંગધ્રા સારવાર માટે પણ જતા રહ્યા હતા, જેથી કોઈને તેમના પર શંકા ન જાય. પરંતુ પોલીસે તેમના આ તમામ નાટકોનો પર્દાફાશ કરી નાખ્યો હતો.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
