<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ખંભાળીયાના ગંદા પાણીનો મુદે ગાંધીનગરમાં સતત ગંદા પાણીના વિતરણથી ઝાડા, ઉલ્‍ટી સહિતનો રોગચાળો પ્રસરતા ચિંતા

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૧૪: ખંભાળીયા જિલ્લાનું વડું મથક છે તથા અહી જિલ્લા કલેકટર, જિ. પોલીસવડા, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીઓ હોવા છતા ખંભાળિયા પાલિકના પાણી પુરવઠા તેમના પાપે  તથા અણધડ અધિકારીઓની આવડતથી દિવસો નહી પણ મહીના ઓથી ગંદુ ગંધાતુ પાણી આવતું હોય ગંદા પાણીનો મુદો ગાંધીનગર સુધી પહોંચ્‍યો છે.

જડેશ્વર સોસાયટીમાં ગત માર્ચ ૨૬થી ગંદુ પાણી સતત આવતુ હોય તથા ડોકટરો કક્ષાના લોકો પણ ગંદા પાણીથી ડાયેરીયા તથા પાણી જન્‍ય રોગો વાળા થયા હોય તાજેતરમાં સંધ પરિવારના એક પદાધિકારીઓ પણ પાણી જન્‍ય રોગ લાગુ પડતા આ મુદે ગાંધીનગર સુધી ફરીયાદો થતા ત્‍યાંથી રેલો આવ્‍યો છે. તથા સ્‍થાનિક નેતા ઓને ઉપર થી તુરત યોગ્‍ય કરવાનો કડક આદેશ આપ્‍યો હતો.

ફોલ્‍ટ મળતો જ નથી!!

પાલિકા દ્વારા પાણીના ટાંકા સાફ કરાયા છે પણ હજુ અનેક વિસ્‍તારોમાં નળ આવે કે તુરત જ ગટર જેવું  ગંદુ પાણી આવતુ હોય ગંભીર રોગચાળો ફાટી નીકળે તેવી સ્‍થિતિ થવા છતા અધિકારીઓ સુચના આપવામાં મશગૂલ છે તો પાલિકા અધિકારીઓ અને એમ કંઇ છે થઇ ગયુ છે ના ગીત ગાતા હોય આ બાબતે લોકોમાં ખુબ રોષ વ્‍યાપી ગયો છે.

જરૂર પડયે ખંભાળિયા બંધ બીન રાજકીય અને સ્‍વૈચ્‍છીક રીતે થાય તે માટે પણ આયોજન કરવા માંડયા છે ત્‍યારે તાજેતરની ચૂંટણીઓમાં ભાજપને ૩૬માંથી ૩૦ની તોતીંગ બહુમતિ લોકોએ આપી છે. ત્‍યારે લોકોના આરોગ્‍યની જરૂરીયાત જેવા ચોખ્‍ખુ પાણી પણ ના મળે તે ગંભીર પ્રશ્‍ન બન્‍યો છે.

અગાઉ પાલિકા વોટરવર્કસ ઇજનેર સ્‍વ. મુકેશભાઇ જાની તથા રાજુભાઇ વ્‍યાસ, હેમુ ગોર જેવા વોટર વર્કસમાં હતા ત્‍યારે આવા ગંભીર પ્રશ્‍ન અંગે રાત ઉજાગરા કરીને પણ તુરંત નીકાલ લાવતા હતા જયારે અહીં અનેક વિસ્‍તારોમાં દિવસો નહીં મહિનાથી ગંદુ પાણી વિતરણ થાય છે અને અધિકારીઓ માત્ર સુચના આપતા હોય તેમની પણ આકરી ટીકા થઇ રહી છે.  

(1:21 PM IST)