તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
થાનમાં ઇશ્વર પર બે સગા ભાઇઓનો કુહાડીથી હુમલો
દિકરીને મારકુટ કરવા બાબતે ઠપકો દેતાં બનાવ

રાજકોટ તા. ૩: ચોટીલાના થાનમાં તરસાણા ચોકડીએ રહેતાં અને બકરા ચરાવી ગુજરાન ચલાવતાં ઇશ્વર વિરજીભાઇ જખાણીયા (ઉ.વ.૨૮)ને તેના સગા ભાઇઓ દિનેશ વિરજી અને નારૂ વિરજીએ ઢીકાપાટુનો માર મારી માથામાં કુહાડી ઝીંકી દેતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરી હતી.
ઇશ્વરના કહેવા મુજબ તેની દિકરી રમતી હતી ત્યારે તેણીને કાકા દિનેશ અને નારૂએ કારણવગર મારકુટ કરી લીધી હોઇ આ બાબતે પોતે ભાઇઓને સમજાવવા જતાં પોતાના પર હુમલો થયો હતો.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
