News of Tuesday, 28th July 2026
શું વિતેલા રાઉન્ડથી વધુ વરસાદ નવા રાઉન્ડમાં ખાબકશે?
વિતેલા રાઉન્ડમાં બંગાળની ખાડીમાંથી લો પ્રેસર બની, સીસ્ટમ્સે ગુજરાતને ધમરોળ્યુ હતું,પણ આ વેળા ડીપ ડીપ્રેશન કેટેગરીએ વધુ મજબુત સીસ્ટમ્સ વરસાદ વરસાવશે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૮ :.. આ ચર્ચા ‘ટોક ઓફ ધ સ્ટેટ' બની ચૂકી છે કે, શું વિતેલા રાઉન્ડમાં રાજયમાં જયાં જયાં અતિવૃષ્ટિ જોવા મળી હતી, હવે આવનારા ત્રણેક દિવસ બાદ ફરી નવા રાઉન્ડમાં એથી યે વધુ વરસાદ ખાબકશે?
પ્રથમ દૃષ્ટિએ જવાબ હકારમાં આવે છે. કારણ કે વિતેલા રાઉન્ડમાં બંગાળની ખાડીની સીસ્ટમ્સે જ, અમુક સીસ્ટમ્સો ભળીને વરસાદ રાજયભરમાં વરસાવ્યો હતો. એ સીસ્ટમ્સ બંગળાની ખાડીમાંથી લો પ્રેસર અર્થાત નબળી સીસ્ટમ્સ બની હતી. છતાં ગુજરાતમાં તે જળપ્રલય જેવું વાતાવરણ સર્જી શકી હતી. હવે નવી જે સીસ્ટમ્સ ઓડિસા-પ.બંગાળથી પ્રવેશી મ.પ્રદેશ તરફ આગળ વધી રહી છે તે વિતેલી સીસ્ટમ્સથી કયાંય વધુ મજબૂત અર્થાત લો પ્રેસર, પછી વેલમાર્ક લો પ્રેસર, પછી ડીપ્રેશન અને પછી ડીપ ડીપ્રેશન, એટલે કે વાવાઝોડાથી માત્ર એક કેટેગરી ઓછી એવી આ નવી સીસ્ટમ્સ મજબૂત બની ને લેન્ડ ફોલ થઇ છે. આ સીસ્ટમ્સ જયાં જયાંથી પસાર થશે ત્યાં તોફાની-પવન સાથે નો વરસાદ વરસાવશે. હવે જો અને તો ની સ્થિતિમાં એ જોવા મળે છે કે આ નવી સીસ્ટમ્સનો ટ્રેક (દિશા) વિતેલી સીસ્ટમ્સ જેમ જ ગુજરાત-રાજસ્થાન તરફનો રહેશે કે તે આડી ફંટાશે? અન્ય સીસ્ટમ્સો સાથે ભળીને ગુજરાતમાં ફરી અતિવૃષ્ટિ સર્જી શકે ? આ અંગે હજુયે અનુમાનો - અટળકો હોઇ, ચિત્ર ૩૧ તારીખેથી જ સ્પષ્ટ થઇ શકે છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
