News of Friday, 15th May 2026
ઇરાન દબાણ કે ધમકીઓ સામે ઝુકશે નહીં, અમારી સેના તૈયાર છે : અબ્બાસ અરાઘચી
હોર્મૂઝ કે પરમાણુ અંગે કોઇ સમાધાન સંભવ નથી જેનો ઇરાને ટોલટેકસ લીધો નથી એવા એલપીજીના બે ટેન્કરો હોર્મૂઝ પસાર કરી ભારત આવી રહ્યા છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧પ : બ્રિકસ સમીટમાં ભાગ લેવા રશિયા-ઇરાન સહિત છ દેશોના વિદેશ મંત્રીઓ ભારત આવેલી છે ત્યારે વડાપ્રધાન મોદીએ દરેક દેશોના પ્રતિનિધિઓ સાથે મુલાકાતો કરી પરંતુ ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સાથે વડાપ્રધાન મોદીએ અલગથી મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે કઇ કઇ ચર્ચાઓ થઇ એ હજુ રહસ્ય જ રહ્યું છે. હોર્મૂઝ સંકટને લઇને એશિયન દેશોમાં તેલ-ગેસ સહિત આવશ્યક ચીજ વસ્તુઓની અછત સર્જાય તેવું મોટું સંકટ ઉભુ થનાર છે. ત્યારે જો વડાપ્રધાન મોદી અને ઇરાની વિદેશમંત્રી અરાઘચી વચ્ચે સાનુラકૂળ ચર્ચાઓ થઇ હશે તો પヘમિ એશિયાના અન્ય દેશોની સરખામણીઓ આવનારા દિવસોમાં ભારતને હોર્મૂઝ સંકટથી હળવાશ થઇ શકશે. જેમકે ડેક્કન હેરાલ્ડના અહેવાલથી જાણવા મળે છે કે, હોર્મૂઝ સ્ટ્રેટમાંથી એલપીજી ગેસના બે ટેન્કરો ભારત આવવા રવાના થઇ ચૂકયા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ત્યાંથી પસાર થતા દરેક જહાજો-ટેન્કરો સામે નિયત ટોલ ટેકસ વસુલે છે પણ ભારત આવતા આ બન્ને ટેન્કરોથી ટોલ ટેકસ વસુલ્યો નથી પણ ભારત માટે ટોલ ફ્રીની સુવિધા યથાવત જ રાખી છે.
ઇરાનના વિદેશમંત્રી આજે ઇરાન જવા પરત ફરશે પણ બ્રિકસ સમીમાં તેણે સાત મીનીટના સંબોધનમાં બ્રિકસ દેશોને અમેરિકાને પણ સીધી ધમકી અરાઘચીએ આ શબ્દોમાં તેના સંબોધનમાં કરી હતી. તેના અંગ્રેજી સંબોધનનો સાર જોઇએ તો, અરાઘચીએ કહ્યું હતું કે, ‘‘એક વર્ષથી ઓછા સમયગાળામાં અમેરિકા-ઇઝરાયેલની ક્રૂર આક્રમકતાનો સામનો કર્યો છે. જે એઆઇઇએના સુચિત આંકલનની વિરૂદ્ધ છે. ઇરાની લોકોએ દ્રઢતા અને ગર્વની સાથે પોતાનો પક્ષ રાખ્યો છે. શું અત્રે સામ્રાજ્યવાદી શક્તિની ઇચ્છા અને દાદાગીરી સામે આત્મ સમર્પણ કર્યું ? જવાબ છે અમે નથી ઝુકયા અને ઝુકવાના પણ નથી. હું એ લોકો તરફથી બોલી રહ્યો છું જેઓએ ભયાનક બોમ્બ હુમલાઓ થવા છતાં અડગ રહેવાનો વિકલ્પ પસંદ કર્યો છે. વધુ મજબુત અને એકજુ૭ થઇ ઉભર્યો છે. અમે અમારી સ્વતંત્રતા અને અમારી માટીની રક્ષા માટે અમારું બધું જ દાવ પર લગાવીને લડવા માટે તૈયાર છીએ. અમે અમારા સાર્વભૌમત્વની રક્ષા માટે સમાનરૂપથી તૈયાર છીએ. મેં વારંવાર કહ્યું છે કે ઇરાન સાથે જોડાયેલ કોઇપણ ચીજ (પરમાણુ સંવર્ધન જથ્થો કે હોર્મૂઝ સ્ટ્રેટ પરનો અમારો અધિકાર)નું સમાધાન સંભવ નથી. અમે ઇરાનીઓ કયારેય પણ, કોઇપણ દબાણ કે ધમકીની સામે ઝુકતા નથી. પરંતુ અમે સન્માનપૂર્વકની ભાષાનો સન્માનપૂર્વક જવાબ આપીએ છીએ. જયાં અમારી શક્તિશાળી સશષા સેના વિદેશી હુમલાખોરોથી ભયાનક બદલો લેવા તૈયાર છે.'' (
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
