News of Monday, 21st September 2026
બોટાદમાં કોળી યુવક સાથે કથિત રૂ.1 કરોડના તોડકાંડની તપાસ તેજ : અમરેલી DYSP ચિરાગ દેસાઈ સર્કિટ હાઉસ પહોંચ્યા: નિવેદન લેવાયા
તોડકાંડનો પર્દાફાશ કરનાર જગદીશ ચૌહાણ પણ સર્કિટ હાઉસ પહોંચ્યા અને તપાસ અધિકારી સમક્ષ નિવેદન આપ્યું

બોટાદમાં કોળી યુવક સાથે કથિત રૂ.1 કરોડના તોડકાંડની તપાસ તેજ બની છે. તપાસ અધિકારી અમરેલી DYSP ચિરાગ દેસાઈ બોટાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. તોડકાંડનો પર્દાફાશ કરનાર જગદીશ ચૌહાણ પણ સર્કિટ હાઉસ પહોંચ્યા અને તપાસ અધિકારી સમક્ષ નિવેદન આપ્યું. જોકે, મીડિયા સમક્ષ તેમણે હાલ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. નિવેદન બાદ પ્રતિક્રિયા આપવાની વાત કરી છે. આ ઉપરાંત માંધાતા ગ્રુપના પ્રમુખ મયુર જમોડને પણ સાંજે નિવેદન માટે બોલાવાયા હોવાની માહિતી છે. અગાઉ તપાસ DYSP મહર્ષિ રાવલને સોંપાઈ હતી, હવે અમરેલી DYSP ચિરાગ દેસાઈ તપાસ કરી રહ્યા છે. સમગ્ર મામલે કોળી સમાજે તપાસની માગ કરી છે
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
