<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

ઇન્ટરનેશનલ ખેલાડી અને રાજસ્થાન રોયલ્સના બોલિંગ કોચ સિદ્ધાર્થ ત્રિવેદી જુનાગઢ અર્જુન એકેડેમીના મહેમાન બન્યા

અર્જુન એકેડેમીનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે : ખેલાડીઓને ક્રિકેટનું માર્ગદર્શન આપવા પધારેલા સિદ્ધાર્થ ત્રિવેદીનું કાઠીયાવાડી પરંપરા મુજબ શાલ ઓઢાડી સન્માન

 (વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૭ :  અર્જુન એકેડેમીનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. અર્જુન એકેડેમીના પ્રણેતા કમલભાઈ ચાવડાના ખાસ મિત્ર ઇન્ટરનેશનલ સેલીબ્રીટી અને રાજસ્થાન રોયલ્સના બોલિંગ કોચ સિદ્ધાર્થ ત્રિવેદી જમનાવડ અને જૂનાગઢ ખાતે ચાલતી અર્જુન એકેડેમીના ખેલાડીઓને ક્રિકેટનું માર્ગદર્શન આપવા પધારેલ.

 

કમલભાઈ ચાવડાએ જૂનાગઢ એકેડેમીના ખેલાડીઓને ક્રિકેટનું માર્ગદર્શન આપવા માટે ખાસ આમંત્રણ પાઠવેલ. સિદ્ધાર્થ ત્રિવેદી અને કમલભાઈ ચાવડાએ જૂનાગઢ ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓને ખાસ માર્ગદર્શન આપ્યું હતું.

 

આ પ્રસંગે અર્જુન એકેડેમીના ચીફ ક્રિકેટ કોચ હનીફભાઈ કુરેશી, તેમના પુત્ર મોઈન કુરેશી તથા એકેડેમીના અન્ય કોચ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

સિદ્ધાર્થ ત્રિવેદીનું અર્જુન એકેડેમીના ચીફ ક્રિકેટ કોચ હનીફભાઈ કુરેશી તથા મોઈન કુરેશી દ્વારા કાઠીયાવાડી પરંપરા મુજબ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(1:10 PM IST)