તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
ગીર સોમનાથ ખાણ-ખનીજ કચેરીની સઘન તપાસ, ખનીજ વહન કરતા ૯ વાહનો સીઝ

(દિપક ક્કકડ દ્વારા) વેરાવળ, તા.૧૯: કલેક્ટર જે. એન. વાઘેલા ભૂસ્તરશાષાી, ગીર સોમનાથના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી, ગીર સોમનાથની તપાસ ટીમ દ્વારા સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બિનઅધિકળત રીતે પાસ/પરમીટ વગર ખનીજ વહન કરતા કુલ ૯ વાહનોને સીઝ કરીને આશરે રૂ.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બોડીદર, (તા-ઉના) ટ્રેક્ટર નં. GJ-32-AA-2251, માલિક રામસિંગભાઇ અરસીભાઇ વાળા દ્વારા બિલ્ડીંગલાઇમસ્ટોન ખનીજનું બિનઅધિકળત વહન કરવા બદલ સીઝ કરાયેલ છે.
વેરાવળ-સોમનાથ હાઇવે ઉપર - ડમ્પર નં. GJ-13-AW-8823, માલિક વિશ્મયભાઇ મૈશુરભાઇ રાવલીયા દ્વારા સાદી રેતી ખનીજનું વહન - ટ્રક નં. GJ-15-YY-3015, માલિક રવીભાઇ પાંચાભાઇ ગળચર દ્વારા બિલ્ડીંગલાઇમસ્ટોન ખનીજનું વહન - ટ્રક નં. GJ-09-Z-1387, માલિક ભાવેશભાઇ ખીમાભાઇ ગળચર દ્વારા બિલ્ડીંગલાઇમસ્ટોન ખનીજનું વહન ઉપરોક્ત ત્રણેય વાહનો નિયમોનુસાર સીઝ કરાયેલ છે.
પસવાડા, (તા-ઉના) ટ્રેક્ટર નં. GJ-14-AP-3278, માલિક ભગવાનભાઇ ચનાભાઇ વાઘેલા દ્વારા રેતી ખનીજનું બિનઅધિકળત વહન કરવા બદલ સીઝ કરાયેલ છે.
ઉમેજ, (તા-ઉના) ટ્રેક્ટર ચેસીસ નં. AKKRE05552, માલિક શીવાભાઇ ભુપતભાઇ સાંખટ દ્વારા રેતી ખનીજનું બિનઅધિકળત વહન કરવા બદલ સીઝ કરાયેલ છે.
લામધાર, (તા-ઉના) - ટ્રેક્ટર ચેસીસ નં. ૧૨૪૬૩૭૬૦, માલિક જસાભાઇ ભાયાભાઇ ભાલીયા દ્વારા રેતી ખનીજનું વહન - ટ્રેક્ટર નં. GJ-32-AA-3694, માલિક વિવેકભાઇ મનોજભાઇ મોરી દ્વારા બિલ્ડીંગલાઇમસ્ટોન ખનીજનું વહન બંને વાહનો સીઝ કરાયેલ છે.
ખંઢેરા વસોજ-દેલવાડા, (તા-ઉના) ટ્રેક્ટર ચે.સી.સ. નં. MBNABAEXKPRK10275 ખાલી હાલતમાં મળી આવેલ. તપાસ ટીમ દ્વારા પૂછપરછમાં સાદી રેતી ભરી વહન કરવાના/ભરવાના હેતુથી આવેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ માલુમ પડેલ. ડ્રાઇવર ટ્રેક્ટર લઈ નાશી ગયેલ. બાદમાં માલિક દ્વારા ભૂલ કબુલ કરી ટ્રેક્ટર રજૂ કરાતા તેને પણ સીઝ કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
