<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

જામનગરના વિશ્વવિખ્યાત શ્રી બાલા હનુમાનજી મંદિરે સઘન ચેકિંગ, SOG સહિતની ટીમો સક્રિય

દિવાળીના તહેવારોને લઈ ભીડવાળા જાહેર સ્થળોએ તકેદારી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર વિભાગે હાથ ધરી તપાસ; કંઈ શંકાસ્પદ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૩ : જામનગર - દિવાળીના તહેવારોને અનુલક્ષીને જામનગરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. શહેરના ભીડવાળા જાહેર સ્થળો પર તકેદારીના ભાગરૂપે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

 

જેના ભાગરૂપે જામનગરના મધ્યમાં આવેલ વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે SOG, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ફાયર વિભાગ સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

સઘન તપાસના અંતે કંઈપણ શંકાસ્પદ ન મળતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(1:05 PM IST)