તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
યોગને એક દિવસની ઉજવણીને બદલે તેને દૈનિક જીવનનો ભાગ બનાવીએઃ અર્જૂનભાઇ મોઢવાડિયા
પોરબંદર ચોપાટીમાં વિશ્વયોગ દિન વન- પર્યાવરણ મંત્રી અર્જૂનભાઇનું સંબોધનઃ યોગએ ભારતની અમૂલ્ય સાંસ્કૃતિ ધરોહરઃ શરીર મન અને આત્માના સર્વાગી વિકાસ માટે યોગ જરૂરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૨: પોરબંદર ખાતે ચોપાટીકમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મંત્રીશ્રી અર્જૂનભાઇ સહિતના મહાનુભાવોએ યોગ અભ્યાસ કરીને યોગને સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીનો આધાર બનાવવાનો સંકલ્પ યોગદિન વ્યક્ત કર્યો હતો. અર્જૂનભાઇએ સંબોધનમાં જણાવેલ હતું કેયોગને માત્ર એક દિવસની ઉજવણી સુધી સીમિત ન રાખીએ, તેને આપણા દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવીએ'' તા.૨૧.પોરબંદરના વિશાળ અને મનોહર દરિયાકિનારે વહેલી સવારના શીતળ પવન, મોજાંના મધુર નાદ અને પ્રકળતિના અલૌકિક સાનિધ્ય વચ્ચે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરની યોગપ્રેમીઓ તેમજ દેશવાસીઓને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વને યોગની મહાન પરંપરા સાથે જોડવાનો અવસર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતળત્વ અને પ્રયત્નોથી પ્રાપ્ત થયો છે. તેમના પ્રયાસોના પરિણામે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા (શ્ફ) દ્વારા ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવામાં આવી, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.
મંત્રીશ્રી અર્જૂનભાઇ એ વધુમાં જણાવ્યું હતું કે, ‘‘પેઢીઓ બદલાતી રહેશે, પરંતુ ભારતની પ્રાચીન યોગ પરંપરાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે દેશ હંમેશા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને યાદ કરતો રહેશે.'' તેમણે ઉમેર્યું હતું કે યોગ એ ભારતની અમૂલ્ય સાંસ્કળતિક ધરોહર છે, જે શરીર, મન અને આત્માના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. યોગ માત્ર વ્યાયામ નહીં, પરંતુ સ્વસ્થ, સંતુલિત અને સકારાત્મક જીવન જીવવાની જીવનપદ્ધતિ છે.
ં મંત્રીશ્રીર્જૂનભાઇ એ સૌને અપીલ કરી હતી કે યોગને માત્ર એક દિવસની ઉજવણી પૂરતો મર્યાદિત ન રાખતા તેને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવો જોઈએ. નિયમિત યોગાભ્યાસ દ્વારા વ્યક્તિ પોતાની આંતરિક ચેતનાને જાગળત કરી સ્વસ્થ સમાજ અને સમળદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપી શકે છે.
આ કાર્યક્રમના મંત્રી શ્રી સહિતના મહાનુભાવોએ વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રીના વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું અને યોગ અભ્યાસ કર્યો હતો કાર્યક્રમના પ્રારંભે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી તેજલબા ચૌહાણે શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પૂજા રાજાએ કર્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, ડીઆઈજી કોસ્ટ ગાર્ડ એસએસએન વાજપાઇ.જિલ્લા પોલીસ અધિક્ષકબી. યુ. જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. બી. ચૌધરી, મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી મેયર શ્રી મનીષ શિયાળ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રતાપ કેશવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડો ચેતનાબેન તિવારી,નેવી કોસ્ટ ગાર્ડ અધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ,અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
