તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
સાવરકુંડલામા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં યુનિટી માર્ચ એકતા યાત્રા
એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંદેશ સાથે સાવરકુંડલા શહેરના નગરજનો ઉત્સાહભેર જોડાયાઃ રિદ્ધિ-સિદ્ધિ મંદિરથી નગરપાલિકા સુધી એકતા યાત્રા યોજાઈ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૨: ભારતના અખંડ શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ (રાષ્ટ્રીય એકતા દિવસ) નિમિત્તે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી ‘યુનિટી માર્ચ એકતા યાત્રા' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ એકતા યાત્રાનો પ્રારભ રિદ્ધિ-સિદ્ધિ મંદિર ખાતેથી થયો હતો. ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેનશ્રી તથા નગરપાલિકા ના સદસ્યશ્રીઓં અને સંગઠનના પદાધિકારીઓં સહિતના તથા સાવરકુંડલા ભાજપ પરિવાર તેમજ રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા યાત્રાને ઉત્સાહભેર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ આ યાત્રા નગરના વિવિધ મુખ્ય માર્ગો પર ફરીને સાવરકુંડલા નગરપાલિકા ખાતે સંપન્ન થઈ હતી. સરદાર સાહેબે આપેલા એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિચારને સાર્થક કરતા આ ઉત્સાહવર્ધક આયોજનમાં સાવરકુંડલા ભાજપ પરિવાર, સ્થાનિક નગરજનો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ સામાજિક અગ્રણીઓ પોતાના પરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન ગુંજી ઉઠેલા દેશભક્તિના નારાઓ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણ વચ્ચે નગરજનોએ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય પ્રદાનને યાદ કરી તેમને ભાવપૂર્વક શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
