તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
પોરબંદરના સાંદીપનિના શ્રી હરિ મંદિરમાં "પ.પૂ.ભાઈશ્રી"રમેશભાઈ ઓઝાની પ્રેરણા-આશીર્વાદથી રવિવારે ધર્મસભા-સત્સંગ સંપન્ન
શાસ્ત્ર વચનોના આધારે પ્રથમ પૂજ્ય શ્રી ગણપતિજી મહારાજ શા માટે ? સહિતના મુદ્દે સાંદીપનિની સંસ્કૃત પાઠશાળાના પૂર્વ છાત્ર-કથાકાર ઋષિ હર્ષિતભાઈ શુક્લ દ્વારા સત્સંગ પ્રવચન સેવા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૧ : પોરબંદરના સાંદીપનિના શ્રી હરિ મંદિરમાં "પ.પૂ.ભાઈશ્રી"રમેશભાઈ ઓઝાની પ્રેરણા અને આશીર્વાદથી રવિવારે ધર્મસભા/સત્સંગનું આયોજન થયેલ હતું. જેમાં સાંદીપનિની સંસ્કૃત પાઠશાળાના પૂર્વ છાત્ર એવં કથાકાર ઋષિ હર્ષિતભાઈ શુક્લ દ્વારા સત્સંગ પ્રવચન સેવા સંપન્ન થઈ હતી.
હર્ષિતભાઈ દ્વારા હાલમાં ચાલી રહેલા શ્રી ગણેશજીની ઉપાસના પાવન દિવસોમાં શ્રી ગણપતિજી મહારાજ અને એમની સાથે જોડાયેલી પૌરાણિક દિવ્ય કથાઓ નો આશ્રય લઈ રવિ-સભાનો દિવ્ય સત્સંગ થયો હતો.
શાસ્ત્ર વચનોના આધારે પ્રથમ પૂજ્ય શ્રી ગણપતિજી મહારાજ શા માટે છે? એ વિષય પર પંચ-તત્વ અને તેનો વિસ્તાર એમાં ગણપતિ મહારાજ જલતત્વના અધિષ્ઠાતા દેવતા છે માટે એમની પ્રથમ પૂજા થાય છે એ વિષયનું વર્ણન કરવામાં આવ્યું હતું.
સમુપસ્થિત ઋષિ કુમારોને જ્ઞાનની પ્રાપ્તિ માટે તેમજ વિદ્યા અને વિનયની પ્રાપ્તિ માટે ગણપતિની ઉપાસના કરવી જોઈએ એ વિષયનું પણ સુંદર વિવેચન કરવામાં આવ્યું હતુ. આ ધર્મસભામાં પોરબંદરથી આવેલા ભાવિકજનો તથા સાંદીપનિના ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
