News of Thursday, 28th May 2026
જૂનાગઢ ભવનાથમાં બ્યુટીફિકેશન અને દામોદર કુંડની સફાઈ અંગે નીરીક્ષણ કમિશનર, ડે.મેયરશ્રી અને સ્થાયી સમિતિ ચેરપર્સન તથા દંડકદ્વારા રૂબરૂ મુલાકાત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૨૮: દામોદર કુંડ ખાતે વરસાદી પાણીના નિકાલ તેમજ નિયમિત સફાઈને લગતા પ્રશ્નો અંગે સ્થળ પર જ ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ પ્રશ્નોનું યોગ્ય અને કાયમી સોલ્યુશન લાવવા માટે કમિશનર પ્રભવ જોષી, ડે.મેયર આકાશભાઈ કે.કટારા,સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર,દંડક કલ્પેશભાઇ અજવાણી દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, દામોદર કુંડ ખાલી કરવા માટેના ગેટ (દરવાજા)ની સમીક્ષા કરવામાં આવી હતી.આ તકે કમિશનરશ્રી તથા પદાધિકારીશ્રીઓ પવિત્ર દામોદરકુંડ ખાતે રાધા દામોદરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ નિરીક્ષણ દરમિયાન કાર્યપાલક ઇજનેર દુષ્યંત પાનસુરીયા (બાંધકામ શાખા), કાર્યપાલક ઇજનેર અલ્પેશ પી.ચાવડા (વોટર વર્ક્સ શાખા) , સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશ જી. ટોલીયા તેમજ લગત શાખાના કર્મચારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ મુકેશ વાઘેલા. જૂનાગઢ)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
