<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

હાઇવે ઉપર અલગ-અલગ અકસ્‍માતમાં ૫૩ લોકોના મોતની ઇન્‍કવાયરી પ્રક્રિયા પૂર્ણ

ચોટીલા ડેપ્‍યુટી કલેકટર દ્વારા સગા તોહીજનોને પણ સાંભળવામાં આવ્‍યા અને એવિડન્‍સોની પણ ચકાસણી કરવામાં આવી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રરઃ છેલ્લા ૬ (છ) મહિના દરમ્‍યાન અત્રેની ચોટીલા સબ ડીવીજનલ મેજિસ્‍ટ્રેટની કોર્ટમાં પોલીસ દ્વારા મુકવામાં આવેલ કેસોની ઇન્‍કવાયરી હાથ ઘરવામાં આવેલ હતી, તેમાં જુદી જુદી તારીખો નકકી કરી સુનાવણી હાથ ઘરવામાં આવેલ હતી અને ત્‍યારબાદ ૫૩ (ત્રે૫ન) કેસોની અકસ્‍માતજન્‍ય અથવા શંકાસ્‍પદ સંજોગોમાં થયેલ મળત્‍યુના બનાવોમાં પોલીસ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ ઇન્‍ક્‍વેસ્‍ટ પેપર્સ, પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ, પંચનામા, સાક્ષીઓના નિવેદનો તથા અન્‍ય સંબંધિત દસ્‍તાવેજો તપાસ અર્થે અત્રેની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. આવા કેસોમાં મળત્‍યુનું કારણ અકસ્‍માતજન્‍ય છે કે અન્‍ય કોઈ ગુનાહિત કળત્‍યના પરિણામે થયેલ છે તે અંગે મેજિસ્‍ટ્રિયલ તપાસ હાથ ધરવાની જોગવાઈ છે.

આ અનુસંધાને ચોટીલા સબ-ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી તથા થાનગઢ તાલુકાના કુલ ૫૩ (ત્રે૫ન) અકસ્‍માત મોતના કેસોમાં મળતકના વારસદારો તથા સંબંધિત વ્‍યક્‍તિઓને નોટિસ આપી તેમની હાજરીમાં રજૂઆતો અને નિવેદનો નોંધવામાં આવ્‍યા હતા. ઉપરાંત કેસને લગતા તમામ દસ્‍તાવેજી પુરાવાઓ, પોલીસ તપાસના અહેવાલો, મળત્‍યુની પરિસ્‍થિતિઓ તથા અન્‍ય સંબંધિત હકીકતોનું તટસ્‍થ અને વિગતવાર પરીક્ષણ કરવામાં આવ્‍યું હતું.

તપાસ દરમિયાન જે કેસોમાં વધુ તપાસની આવશ્‍યકતા અથવા શંકાસ્‍પદ સંજોગો જણાયા હતા તેવા કેસો સંબંધિત પોલીસ અધિકારીને જરૂરી વધુ તપાસ અને અહેવાલ માટે પરત મોકલવામાં આવ્‍યા હતા. જ્‍યારે અન્‍ય કેસોમાં ઉપલબ્‍ધ પુરાવા, દસ્‍તાવેજો તથા તપાસના આધારે કોઈ ગુનાહિત કળત્‍ય અથવા શંકાસ્‍પદ તત્‍વ પ્રકાશમાં આવેલ ન હોવાથી મળત્‍યુ અકસ્‍માતજન્‍ય હોવાનું પ્રતિપાદિત થયું હતું.

આથી, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩  ની કલમ-૧૯૪  હેઠળની કાર્યવાહી પૂર્ણ કરી સંબંધિત અકસ્‍માત મોતના કેસોમાં કાયદેસરનો નિકાલ કરવામાં આવ્‍યો છે

(11:24 AM IST)