News of Saturday, 2nd May 2026
કચ્છમાં નાના રણ જતા માર્ગે ધૂળની ડમરીના કારણે ઈનોવા કાર પલટી: પિતા-પુત્રના કરૂણ મોત
અંતરજાળથી વાછરાદાદાના મંદિરે દર્શને જતા આહીર પરિવાર પર આફત; પરિવારના 6 સભ્યો ઘાયલ, 2ના ઘટનાસ્થળે જ મોત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : કચ્છમાં માર્ગ અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. વધુ એક ગોઝારા અકસ્માતમાં પિતા-પુત્રના મોતના બનાવે અરેરાટી સર્જી છે. ગાંધીધામના અંતરજાળથી કચ્છના રાપર વિસ્તારમાં આવેલ નાના રણમાં વાછરાદાદાના મંદિરે દર્શને જતા આહીર પરિવારની ઈનોવા કારને અકસ્માત નડ્યો હતો.
ધૂળની ડમરીઓના કારણે ઈનોવા કાર પલટી મારી જતાં સર્જાયેલા આ અકસ્માતમાં 41 વર્ષીય કમલેશ મ્યાજર આહીર અને તેમના 13 વર્ષીય પુત્ર ધર્મેશ કમલેશ આહીરનું કરુણ મોત નીપજ્યું હતું. કારમાં સવાર પરિવારના 8 સભ્યો હતા, જેમાંથી પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત થતા અન્ય 6 સભ્યોની નજર સામે જ હસતી-રમતી જિંદગીના ધબકારા શમી ગયા હતા.
અકસ્માતમાં કારમાં સવાર અન્ય 6 સભ્યોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધૂળની ડમરી વેરણ બનતા સર્જાયેલા આ અકસ્માતથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
