<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

કચ્છ યુનિવર્સિટી દ્વારા સફેદ રણ ધોરડો વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની પહેલ સાથે એક્સટેન્સન સેન્ટરનો પ્રારંભ

કચ્છના વિશ્વપ્રસિદ્ધ સફેદ રણથી ઓળખ ધરાવતા ધોરડો અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને પણ એનો લાભ મળે તે‌ હેતુથી ગોરેવાલી માધ્યમિક શાળામાં એક્સટેન્સન સેન્ટરનો પ્રારંભ કરાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮ : કચ્છ યુનિવર્સિટી દ્વારા 2024-25 થી કચ્છના છેવાડાના વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ ઘર આંગણે પહોંચતું કરવા માટે એક્સટેન્શન સેન્ટરો શરૂ કરવામાં આવેલા છે, તેમાં આ વર્ષે નવા પાંચ એક્સટેન્શન સેન્ટરો ઉમેરી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે કચ્છના વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ થી ઓળખ ધરાવતા ધોરડો અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને પણ એનો લાભ મળે તે‌હેતુ થી ગોરેવાલી માધ્યમિક શાળામાં એક્સટેન્સન સેન્ટરનો પ્રારંભ  કરવામાં આવ્યો. 

કચ્છ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. મોહન પટેલ, યુનિવર્સિટી એક્સટેન્શન સેન્ટરના કો.ઓર્ડિનેટરશ્રી ડૉ. રામ સોંદરવા, એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડાયરેકટરશ્રી ચૈતન્ય શ્રોફ, ધોરડો જુથ ગ્રામ પંચાયતના સરપંચશ્રી મિયાંહુશેન મુતવા, સિદ્ધપુરથી પધારેલા મહેમાનશ્રી અશરફ મોમીન  તેમજ સુગરાબેન, ધોરડો પોલીસ સ્ટેશનના પી.આઇ. સુશ્રી ટી. ડી. ચુડાસમા, ગોરેવાલી ગ્રામ પંચાયતના સરપંચશ્રી ગુલમામદ મુતવા, બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ અલાજુડિયા લોંગ, પચ્છમના અગ્રણી ઉમર શેરા સમા વગેરે બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવેલ. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગતગીત રજુ કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોને સંસ્થા પરિવારે શાલ ઓઢાડી સન્માન કરેલ. ત્યારબાદ કચ્છ યુનિવર્સિટીના એક્સટેન્શન સેન્ટરના કો.ઓર્ડિનેટરશ્રી ડો. રામ સોંદરવાએ પ્રાસંગિક પ્રવચનમાં આ વિસ્તારની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા ઉપસ્થિત સૌને આહવાન કરેલ. ત્યારબાદ ધોરડો જુથ ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ પોતાના ઉદબોધનમાં સંસ્થાના સંસ્થાપક શ્રી મીરખાન પી. મુતવાના આ વિસ્તાર માટેના શિક્ષણક્ષેત્રે કરેલા કાર્યોને બિરદાવેલ. અને કુલપતિશ્રી ડૉ. મોહન પટેલ સાહેબનો આ એક્સટેન્સન સેન્ટર શરૂ કરવા બદલ આભાર વ્યકત કરેલ. 

એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડાયરેકટરશ્રી ચૈતન્ય શ્રોફએ પ્રેરક પ્રવચન આપેલ. જેમાં તેઓએ બન્નીની ભાતીગળ સંસ્કૃતિ વિશે પોતાના બચપણના અનુભવો જણાવેલ. તેમજ શિક્ષણક્ષેત્રે સદાય ઉપયોગી થવા આશ્વાસન આપ્યું હતું. સિદ્ધપુરથી આવેલા ઇજનેર અબ્બાસ મોમીને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ શિક્ષણક્ષેત્રે તેમણે આદરેલા પ્રયત્નો વિશે પ્રવચનમાં જણાવેલ. સમારોહના અધ્યક્ષસ્થાનેથી કુલપતિ ડ. મોહન પટેલે પ્પોતાના બાળપણથી લઈ યુનિવર્સિટીના કુલપતિના હોદ્દા પર કઈ રીતે પહોચ્યાં તે સફર વર્ણવી કચ્છના ઉચ્ચ શિક્ષણ માટે ‌અવિરત જોડાયેલા રહેવાની નેમ વ્યક્ત કરી હતી. કચ્છનાં અંતરિયાળ ગામોમાં પાંચ એક્સટેન્સન સેન્ટરો ચાલું વર્ષે ચાલું કર્યા છે તેછી કચ્છની છેવાડની દિકરીઓ વધુમાં વધું આ તકનો લાભ લે તેવી ‌આશા વ્યક્ત કરી હતી.. યુનિવર્સિટીમાં ઈન્ડસ્ટ્રીઝને લગતાં અભ્યાસક્રમો શરુ કરવાની તૈયારી થી ઉપસ્થિત સૌને અવગત કર્યા હતાં. કાર્યક્રમનું સંચાલન સાહિત્યકાર કલાધાર મુતવાએ કરેલ. તેમજ આભારવિધિ મૌલાના આઝાદ હાઈસ્કૂલનાં આચાર્યશ્રી સી. બી. ગોહિલએ કરી હતી.

(9:42 AM IST)