તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
સુરેન્દ્રનગરમાં પણ ઔદ્યોગિક એકમોને ગુરૂવારના દિવસે વીજકાપ રહેશે
જીઆઇડીસી વિસ્તારના ૧ હજાર થી વધુ ઉદ્યોગોને અને ૫૦ હજાર કર્મચારીઓને રોજીરોટી પર અસર

વઢવાણ, તા.૨૦: હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં વીજળીનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ ન હોવાના કારણે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને ઔદ્યોગિક એકમો ઉપર વીજ કાપ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અને સૌરાષ્ટ્ર ભરમાં પણ વીજળીની અછતને લઈ અને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પીજીવીસીએલ વિભાગને સૂચના આપવામાં આવ્યા બાદ હવે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગુરૂવારના દિવસે ઔદ્યોગિક એકમો ને વીજકાપ આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ઔદ્યોગિક એકમોને પરિપત્રના મારફતે જાણ પણ કરી દેવામાં આવી છે જેને લઈને હવે ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં નાના મોટા ૧૦૦૦ થી વધુ ઉદ્યોગો આવેલા છે
જેમાં મોટાભાગના ફાર્માસિસ્ટ અને ટેક્સટાઇલ સિરામિક લોખંડ કટીંગ અલગ અલગ કારખાનાઓ આવેલા છે અને ત્યાં અંદાજિત ૫૦,૦૦૦ થી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને જેમાં ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર સહિતના રાજ્યમાંથી પણ વઢવાણ જીઆઇડીસીમાં અલગ અલગ ઔદ્યોગિક એકમોમાં કામ કરી અને કારીગરો પોતાનું જીવન ધોરણ ચલાવી રહ્યા છે ત્યારે પહેલાથી જ કાપને લઈ વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં શનિવારના દિવસે વીજકાપનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ૨૦૨૨ થી આ પ્રથા યથાવત છે છેલ્લા પાંચ વર્ષથી દર શનિવારે લાઈટ અને વીજ પુરવઠો આપવામાં આવતો નથી અને હવે સરકારે વધુ એક ઔદ્યોગિક એકમોને ફટકો આપ્યો છે દર ગુરુવારે સાંજે ૦૪: ૦૦ વાગ્યાથી લઈ અને રાત્રિના ૧૧: ૦૦ વાગ્યા સુધી વીજ મુકવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે એક બાજુ ઔદ્યોગિક સિઝનમાં તેજીનો માહોલ છે દિવાળી નો સમય છે અને ઉત્પાદન વધુ થાય તે પ્રકારના પ્રયત્નો ઉદ્યોગકારો હાથ ધરતા હોય છે અને હાલમાં તહેવારના સમયે વિવિધ ઉત્પાદિત વસ્તુઓની માંગ પણ રહેતી હોય છે ત્યારે તેજીના સમયે સરકાર દ્વારા વીજળી કાપનો નિર્ણય કરવામાં આવતા ઉદ્યોગકારોમાં નારાજગી જોવા મળી છે.
ઉદ્યોગકારોને દર શનિવારે અને ગુરુવારે વીજ પુરવઠો નહીં મળી શકે જેને લઈને હવે એક સપ્તાહમાં પાંચ દિવસ જ કારખાનાઓ ચાલુ રહે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
વઢવાણ જીઆઇડીસી વિસ્તારના ઉદ્યોગકાર યુસુફભાઈ મેતર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ તહેવારનો સમય ચાલી રહ્યો છે ત્યારે અલગ અલગ વસ્તુઓની અને ઉત્પાદિત થતી વસ્તુઓની માંગમાં વધારો છે તેમાં મોટાભાગે ઈલેક્ટ્રીક ઉપકરણોથી ચાલતા યંત્ર અને સાધન સામગ્રી વઢવાણ જીઆઇડીસી ઉદ્યોગમાં ઉપલબ્ધ છે ત્યારે જો વીજ પુરવઠો ન મળે તો ઉદ્યોગો બંધ રાખવા પડે તેવી પરિસ્થિતિ છે સરકાર પાસે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો નથી ત્યારે સરકાર દ્વારા દર ગુરૂવારના દિવસે સાંજે ૦૪ વાગ્યાથી લઈ અને ૧૧ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે કારખાનાઓ બંધ રહે તેવી પરિસ્થિતિ છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
