તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
ઇન્ડિગોએ મુંબઈ-જામનગર વચ્ચેની દૈનિક ફ્લાઇટ સેવા શરૂ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૪: ઇન્ડિગો એરલાઇન્સે ૨૩ એપ્રિલ ૨૦૨૬ થી મુંબઈ અને જામનગર વચ્ચે દૈનિક ફ્લાઇટ સેવા શરૂ કરી છે, જે જામનગર એરપોર્ટ અને અહીંના રહેવાસી ઓ માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. આ નવી સેવા જામનગર તથા સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં મુસાફરો માટે હવાઈ કનેક્ટિવિટી વધારશે.
નવી સેવા મુજબ, ફ્લાઇટ ૬ ઈ ૫૧૫૦ મુંબઈ થી જામનગર માં સવારે ૧૦:૩૫ એ પહોંચશે, ત્યારબાદ ફ્લાઇટ ૬ ઇ ૫૧૫૧ જામનગર થી મુંબઈ માટે ૧૧:૨૫ એ પ્રસ્થાન કરશે, જે મુસાફરોને વ્યવસાયિક તેમજ મનોરંજન યાત્રા માટે અનુકૂળ સમયપત્રક આપે છે.
ઇન્ડિગોની આ સેવા ભારત સરકારની ઉડાન ૨.૦ (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના સાથે સુસંગત છે, જેનો હેતુ સામાન્ય નાગરિક માટે હવાઈ મુસાફરીને વધુ સુલભ અને સસ્તી બનાવવાનો છે. આ પહેલ નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુ ના મુસાફર કેન્દ્રિત અભિગમ ને ઙ્કતિબિંબિત કરે છે, જેમાં મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી, સુવિધા અને સેવા ગુણવત્તા પ્રદાન કરવાનો ભાર મુકાયો છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
