તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
પોરબંદરના મેયર સાગરભાઇએ વસ્તી ગણતરી પોર્ટલ ઉપર જાતે પ્રક્રિયા કરી

(પરેશ પારેખ દ્વારા)પોરબંદરઃ તા.ર, ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારી વસ્તી ગણતરી-૨૦૨૭ દેશના વિકાસ અને આયોજન માટેનું અત્યંત મહત્વપૂર્ણ કાર્ય છે. આ અભિયાન અંતર્ગત નાગરિકોને પોતાની વિગતો સ્વયં ઓનલાઈન નોંધાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાનો લાભ લઈ મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીએ પોતે જાતે જ સેલ્ફ-એન્યુમરેશન પોર્ટલ પર જઈ પોતાની અને પોતાના પરિવારની વિગતો નોંધાવી સ્વ-ગણતરી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
આજના ડિજિટલ યુગમાં સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે અનેક ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વસ્તી ગણતરી-૨૦૨૭ માટે શરૂ કરાયેલ સ્વ-ગણતરી પોર્ટલ પણ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. નાગરિકો પોતાના મોબાઈલ ફોન, લેપટોપ અથવા કમ્પ્યુટર દ્વારા થોડા જ મિનિટોમાં પોતાના રહેઠાણ અને પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવી શકે છે.
આ પ્રક્રિયા અત્યંત સરળ અને પારદર્શક છે. નાગરિકોએ માત્ર પોતાના મોબાઈલ નંબર દ્વારા નોંધણી કરી ઓ.ટી.પી.ની મદદથી લોગિન કરવાનું રહે છે, ત્યારબાદ જરૂરી વિગતો ભરવાની રહે છે. આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારના દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર નથી, જેના કારણે સામાન્ય નાગરિકો માટે પણ તે સરળતાથી ઉપયોગી બની છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
