તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
ભારતીય બનાવટની વિદેશી દારૂના ચપલા નંગ-૨૪૪૮ તથા વાહન સાથે મળી .૧૪.૮૯.૯૦૮ ના મુદ્દામાલ સાથે બે આરોપીને પંચકોશી બી ડીવીઝન પોલીસે ઝડપ્યા
બાતમીના આધારે દરેડ ગામ નીલગીરી ગોલાઇ ખાતે બોલેરો પીકપ વાહન નીકળતા જરૂરી કોર્ડન કરી રોકતા પાછળના ઠાઠાના ભાગે સફેદ કલરના સુપરના બાચકાના કુલ ૬૮ પાર્સલ મળ્યા

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવ્રુતી નેસ્તનાબુત કરવા સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈનીનાઓએ પ્રોહી જુગારના કેશો શોધી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના આપેલ હોય જે અનુસંધાને જામનગર લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતીલાનાઓના માર્ગદર્શન મુજબ પ્રોહી જુગારના કેશો સોધી કાઢવા માટે પો.ઇન્સ એચ.બી.ધાંધલ્યા પંચકોશી બી ડીવી. પો.સ્ટે. નાઓ પ્રયત્નશીલ હતા
તે દરમ્યાન પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. સંજયકુમાર એચ. જીલરીયા તથા પો.કોન્સ દિવ્યરાજસિંહ વી. જાડેજા નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે,દરેડ જી.આઈ.ડી.સી ફેસ ૦ર મા આવેલ ટી.સી.આઇ. ટ્રાન્સપોર્ટની ઓફીસ ખાતેથી એક બોલેરો પીકપ વાહન રજી.નં.GJ-10-TY-4552 મા ઇંગ્લીશ દારૂ ભરાઇને લાલપુર તરફ જવા નીકળે છે. તેવી ચોકક્સ હકીકત આધારે વોચ તપાસમા હતા દરમ્યાન દરેડ ગામ નીલગીરી ગોલાઇ ખાતે સદરહુ બોલેરો પીકપ વાહન નીકળતા જરૂરી કોર્ડન કરી રોકતા બોલેરો વાહનના પાછળના ઠાઠાના ભાગે સફેદ કલરના સુપરના બાચકાના કુલ ૬૮ પાર્સલ હોય જે તમામ પાર્સલમા પ્લાસ્ટીકના ચપલા SHERRY PLATINUM પ્રીમીયમ બ્લેન્ડેડ વ્હીસ્કી નંગ-૨૪૪૮ કી.રૂ.૬,૬૩,૪૦૮/- ના તેમજ અન્ય મુદામાલ મળી કુલ મુદામાલ રૂ.૧૪,૮૯,૯૦૮/- સાથે નીચે જણાવેલ આરોપીઓને પકડી પાડી એ.એસ.આઇ. સંજયકુમાર એચ. જીલરીયા નાઓએ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ધાંધલ્યા નાઓએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી-
(૧) દિવ્યેશ સ/ઓ નારણભાઇ હુણ
(૨) નીલેષ સ/ઓ નારણભાઈ હુણ રહે બન્ને.દરેડ જી.આઈ.ડી.સી. ફેસ ૦૩, હરી પાર્ક, શેરી નં. ૦૯/બી, તા.જી.જામનગર
પકડવા પર બાકી આરોપી:-
મો.ન૯૦૮૧૭૦૦૨૭૪ વાળાના ઉપયોગ કતી વ્યક્તિ (દારૂનો જથ્થો મંગાવનાર)
પકડાયેલ મુદામાલ:-
(1) SHERRY PLATINUM પ્રીમીયમ બ્લેન્ડેડ વ્હીસ્કી પ્લાસ્ટીકના કંપની શીલબંધ ચપલા ૨૪૪૬ કી.રૂ.૬,૬૨,૮૮૬/-
(૨) મહીન્દ્રા કંપનીનુ બોલેરો પીકપ વાહન રજી.નંબર GJ-10-TY-4562 કી.રૂ.૮,૦૦,000/-
(3) રોકડ રૂપીયા ૬૫૦૦/-
(૪) એક બ્લ્યુ કલરનો ઇન્કવાળો રબ્બર સ્ટેમ્પ કી.રૂ.00100
(૫) ટેક્ષ ઇન વોઇસ તથા ઇવે બીલ કી રૂ.00/00
(5) બે મોબાઇલ ફોન કી રૂ.૨૦,000/-
આ કાર્યવાહી પો.ઇન્સ. એચ.બી.ધાંધલ્યા તથા એ.એસ.આઈ એસ.એચ જીલરીયા, હરીહરભાઇ બી. પાંડવ તથા પો.હેડ કોન્સ.મેરૂભાઈ વી. લુંડીયા, ખીમાભાઈ ડી. જોગલ તથા સંદીપસિંહ એચ. કટારીયા તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહ વીજાડેજા, રાજદીપસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા નાઓ દ્વારા કરવામાં આવેલ.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
