તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
જીમ મેટની આડમાં ટ્રાન્સપોર્ટના પાર્સલમાં ભારતીય બનાવટના વીદેશી દારૂના ચપલા નંગ- ૨૧૬૦ સહીત રૂ.૬,૬૦,૩૬૦ નો મુદામાલ ઝડપી લેવાયો
જામનગર સીટી 'બી* ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ દ્વારા બાતમીના આધારે રેડ કરી દારૂ અને જીમ મેટ સહિતનો મુદામાલ ઝડપ્યો

જામનગર જીલ્લામાં દારૂની બદી સદંતર નાબુદ કરવા શ્રી નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, નિર્લીપ્ત રાય (IPS) તથા પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈની (IPS) અને ના.પો.અધી. જામ શહેર વિભાગ જયવીરસિંહ ઝાલાએ વધુમાં વધુ પ્રોહી. ના કેસો કરવા અને દીવાળીના તહેવાર સમયે કોઈ પ્રોહી.ની પ્રવ્રુતી ન થાય અને પ્રોહી.ની બદી સદંતર નાબુદ કરવા સૂચના કરેલ હતી.
ઉપરોકત સુચના અન્વયે સીટી બી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એન.બી.ચૌહાણ તથા પો. સંબ ઇન્સ. ડી.કે. ગોહીલ સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ ઈન્સ. એન.બી. ચૌહાણનાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે ગોમતીપુર, બજરંગવાડીની બાજુમાં આવેલ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ પ્રા.લી. ના ગોડાઉનમાં માલ સામાનના પાર્સલની આડમાં ભારતીય બનાવટ ના વિદેશી દારુનો જથ્થો આવેલ છે જે હકીકત આધારે પંચો સાથે ટ્રાન્સપોર્ટ ગોડાઉનના મેનેજરને સાથે રાખી હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતા જીમ મેટના પાર્સલની આડમાં આવેલ કુલ ૬૦ પાર્સલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપલા નંગ ૨૧૬૦ કી.રૂ.૫,૮૫,૩૬૦/ તથા જીમ મેટ નંગ 30૦ કી.રૂ.૭૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૬.૬૦,૩૬૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. આ દારૂ મોકલનાર સીમરન એન્ટરપ્રાઈઝ, દીલ્હી તથા માલ મંગાવનાર યુવરાજ એન્ટરપ્રાઈઝ ના જવાબદાર માણસ સામે ધોરણસર થવા પો.સબ ઈન્સ ડી.કે.ગોઠીલે ફરીયાદ આપી પોલીસ ઈન્સ. એન.બી.ચૌહાણે કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ મુદ્દામાલ:-
(૧) થપલા નંગ ૨૧૬૦ 59.84,4 150-
(ર) જીમ મેટ નંગ ૩૦૦ કી.રૂ.૭૫,૦૦૦/મળી કુલ રૂ.૬,૬૦,૩૬૦/- કબ્જે કરેલ છે.
આ કામગીરી પોલીસ ઈન્સ, એન.બી.ચૌહાણ તથા પો.સબ ઈન્સ. ડી.કે.ગોહીલ, સર્વેલન્સ સ્કોર્ડના એ.એસ.આઈ મુકેશસીહ રાણા, રાજેશભાઈ વેગડ, રવીન્દ્રસીહ જાડેજા તથા પો.હેડ.કોન્સ ક્રીપાલસિંહ સોય, તથા પો.કોન્સ જયદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસીહ જાડેજા, નીલેશભાઈ ગઢવી, રવીકાંત સકૌર, કપીલભાઈ ગુજરીયા દ્વારા કરવામાં આવેલ છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
