<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

યુવાનોમાં પાર્કિન્‍સન અને પેનિક એટેકનું વધતું પ્રમાણઃ આજના સમયની ગંભીર ચેતવણી

સોશીયલ મીડિયામાં સતત ઓનલાઇન રહેવાની આદત માનસિક તણાવ વધારે છેઃ અભ્‍યાસ નોકરી અને ભવિષ્‍યની ચિંતા યુવાનોમાં તણાવનું મુખ્‍ય કારણ : અનિયમિત ઉંઘ ઓછી ઉંઘની માનસિક સ્‍વાસ્‍થ્‍ય ઉપર થતી અસર

પોરબંદરઃ હેલ્‍થ એજયુકેશન   અનુસાર આજના ઝડપી અને સ્‍પર્ધાત્‍મક યુગમાં યુવાનોમાં પાર્કિન્‍સન જેવી ન્‍યુરોલોજીકલ તથા પેનિક એટેક જેવી માનસિક સમસ્‍યાઓ માં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે.જે બીમારીઓ પહેલાં વૃદ્ધોમાં જ જોવા મળતી હતી, તે હવે નાની ઉંમરમાં જ દેખાવા લાગી છે, જે સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે.

આધુનિક યુગમાં ટેક્‍નોલોજી, સ્‍પર્ધા અને ઝડપી જીવનશૈલી વચ્‍ચે યુવાનોની આરોગ્‍ય સમસ્‍યાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.એક સમય હતો જયારે પાર્કિન્‍સન જેવી ન્‍યુરોલોજીકલ બિમારી માત્ર વૃદ્ધાવસ્‍થામાં જોવા મળતી હતી અને પેનિક એટેક જેવી માનસિક સ્‍થિતિઓને ખાસ ગંભીરતાથી લેવામાં આવતી નહોતી.પરંતુ આજકાલ યુવાનોમાં આ બંને સમસ્‍યાઓ વધતી જતી જોવા મળી રહી છે,જે સમાજ અને આરોગ્‍યવિદો માટે ચિંતાનો વિષય બની છે.

પાર્કિન્‍સન એક ન્‍યુરોલોજીકલ ડિસઓર્ડર છે,જેમાં મગજના ડોપામિન ઉત્‍પન્ન કરનાર કોષો ધીમે-ધીમે નષ્ટ થવા લાગે છે. પરિણામે શરીરના હલનચલન ઉપર નિયંત્રણ ઓછું થવા લાગે છે.હાથમાં કપકપી,ચાલવામાં અસ્‍થિરતા,ધીમું હલનચલન,શરીરમાં કઠોરતા,સંતુલન બગડવું,પરંપરાગત રીતે આ બિમારી ૬૦ વર્ષથી ઉપરના લોકોમાં જોવા મળતી હતી, પરંતુ હવે ૩૦ થી ૪૦ વર્ષની વયમાં પણ કેસ જોવા મળી રહ્યા છે.

બેઠાડુ જીવન, વ્‍યાયામનો અભાવ અને લાંબા સમય સુધી સ્‍ક્રીન સામે બેસવાથી નર્વસ સિસ્‍ટમ પર અસર થાય છે.વાતાવરણમાં રહેલા ઝેરી તત્‍વો અને પેસ્‍ટીસાઇડનો પ્રભાવ મગજ પર પડે છે.કેટલાક કેસમાં પાર્કિન્‍સન વંશાનુગત પણ હોઈ શકે છે.વધુ પડતુ માનસિક દબાણ મગજના કાર્યમાં અવરોધ ઉભો કરે છે.

પેનિક એટેક એક એવી સ્‍થિતિ છે જેમાં અચાનક ભય, ગભરાટ અને તણાવનો જોરદાર અનુભવ થાય છે, ભલે કોઈ વાસ્‍તવિક જોખમ ન હોય.હૃદય ધબકારા વધવું,શ્વાસ લેવામાં તકલીફ,ચક્કર આવવું,પસીનો આવવો,‘મને કંઈક થઈ જશે' એવી ભયભાવનાઆ હુમલો થોડા મિનિટથી લઈને અડધો કલાક સુધી રહી શકે છે.

સોશિયલ મીડિયા અને સતત ઓનલાઈન રહેવાની આદત માનસિક તણાવ વધારે છે.અભ્‍યાસ, નોકરી અને ભવિષ્‍યની ચિંતા યુવાનોમાં તણાવનું મુખ્‍ય કારણ છે.અનિયમિત ઊંદ્ય અને ઓછી ઊંદ્ય માનસિક સ્‍વાસ્‍થ્‍યને અસર કરે છે.અતિશય ચા, કોફી અને જંક ફૂડ એન્‍ઝાયટી વધારવામાં યોગદાન આપે છે.

જોકે બંને અલગ પ્રકારની સમસ્‍યાઓ છે,પરંતુ સ્‍ટ્રેસ અને મગજના કેમિકલ અસંતુલન બંનેમાં મહત્‍વનો ભાગ ભજવે છે.લાંબા ગાળાનો સ્‍ટ્રેસ પાર્કિન્‍સનના લક્ષણોને વધારે તીવ્ર બનાવી શકે છે અને પેનિક એટેકને ટ્રિગર કરી શકે છે.

યુવાનોની કાર્યક્ષમતા દ્યટે છે,પરિવાર પર માનસિક અને આર્થિક ભાર વધે છેસમાજમાં તણાવ અને અસંતુલન વધે છેઆ સમસ્‍યાઓ જો સમયસર નિયંત્રિત ન થાય તો ભવિષ્‍યમાં વધુ ગંભીર સ્‍વરૂપ ધારણ કરી શકે છે.પાર્કિન્‍સન માટે  દવાઓ દ્વારા ડોપામિનનું સંતુલન જાળવવું,ફિઝિયોથેરાપી,નિયમિત વ્‍યાયામ,પેનિક એટેક માટે કાઉન્‍સેલિંગ અને થેરાપી,યોગ અને ધ્‍યાન,શ્વાસ લેવાની ટેકનિક,ઉપયોગી થઇ શકે

(3:08 PM IST)