<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

પોરબંદરમાં ૧૧ મહિનાના બાળકનુ ભીખ માંગવાના ઈરાદે અપહરણ કરનાર મહિલા સહિત ૪ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા : જુઓ વિડિયો

પોલીસની ત્વરિત કાર્યવાહીથી બાળકને અપહરણકારોની ચુંગાલમાંથી સહી-સલામત છોડાવાયું : અપહરણ ગેંગનો પર્દાફાશ - તપાસનો ધમધમાટ યથાવત

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર, તા. 15 : પોરબંદર શહેરમાંથી 11 મહિનાના બાળકનું અપહરણ કરનાર ગેંગને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી છે. આ કેસમાં એક મહિલા સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ ભીખ માંગવાના ઈરાદે બાળકનું અપહરણ કર્યું હતું. બાળકને લઈને તેઓ અન્ય શહેરમાં જઈને ભીખ મંગાવવાના હતા.

 

બાળકના પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવતા જ પોરબંદર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીના આધારે પોલીસે આરોપીઓની હિલચાલ ટ્રેક કરી. પોલીસની ત્વરિત કાર્યવાહીથી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા અને બાળકને પણ સહી-સલામત પરત મેળવવામાં આવ્યું છે.

 

પકડાયેલી મહિલા સહિતના ચારેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ભીખ માંગવા માટે બાળકનું અપહરણ કર્યાની કબૂલાત કરી છે. પોલીસે હાલ આરોપીઓના રિમાન્ડ મેળવીને આ ગેંગમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની ગેંગ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. બાળકને પરિવારને સોંપી દેવામાં આવ્યું છે.

 

આ ઘટનાથી પોરબંદરમાં ચકચાર મચી ગઈ હતી, પરંતુ પોલીસની ઝડપી કાર્યવાહીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

 

(4:24 PM IST)