તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
સુરેન્દ્રનગર સબ જેલમાં કસ્ટોડીયલ ડેથની ઘટનાથી ખળભળાટ
હત્યાના ગુન્હામાં સજા કાપી રહેલા ચોટીલાના સુરેશ સાકરીયાના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ રીપોર્ટની જોવાતી રાહ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., રઃ સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા કાપી રહેલા હત્યા કેસના આરોપીનું શંકાસ્પદ મોત નીપજવા પામ્યો છે ૨૦૨૫ ના વર્ષમાં ચોટીલામાં સુરેશ સાકરીયા નામના ઇસમ દ્વારા હત્યા કરવામાં આવી હતી અને આ આરોપી સુરેન્દ્રનગરની સબ જેલની અંદર સજા કાપી રહ્યો છે પરંતુ તેને થોડી બીમારી હોવાના કારણે અને તાવ આવતો હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાંથી રજા આપ્યા બાદ ફરી સબ જેલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને વહેલી સવારે તેનું મોત નીપજવા પામ્યું છે.
જેને લઈને પરિવાર ઉપર પણ શોકનું મોજુ ફરી વળવા પામ્યું છે કસ્ટડીમાં ડેથ ઘટના બની હોવાના કારણે પરિવારજનોને પણ બોલાવી લેવામાં આવ્યા છે પંચોની હાજરીમાં સિવિલ હોસ્પિટલ ખાતે જેલથી લઈ જવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે પરિવારજનો દ્વારા કેદી ને મારી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવતા હાલના તબક્કામાં ડેપ્યુટી કલેક્ટર પણ ત્યાં દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન હાથ ધરી અને મળતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ત્યાં પેનલ પીએમ કરાવવામાં આવશે અને ત્યારબાદ જ આ કેદીનો મોત કેવી રીતે નીપજ્યું છે તે અંગેની સમગ્ર ઘટના સામે આવશે.
સમગ્ર ઘટના મુદ્દે ડેપ્યુટી કલેક્ટર મેહુલ ભરવાડ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તેમના દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે હાલ શંકાસ્પદ મોત છે અને ટૂંકી બીમારીથી મોત નિપજ્યા હોવાનું જેલ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું છે હાલ તપાસ ચાલી રહી છે અને મળતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે અને ત્યાં કેદી નું પીએમ કરવામાં આવશે અને રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવી જશે હાલમાં સીટી પોલીસ મથકના પીઆઇ પીએસઆઇ સહિતનો સ્ટાફ આ મુદ્દે તપાસ કામે લાગ્યો છે અને જેલના સ્ટાફને પણ તપાસ અર્થે સાથે રાખવામાં આવ્યો છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
