તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
જસદણમાં માત્ર એક કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો : ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ : પાણી પાણી થઇ ગયું
ભારે વરસાદના કારણે ચિતલીયા રોડ અને નવા બસ સ્ટેન્ડ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા: વીરનગર, કમળાપુર, ભાડલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ

રાજકોટઃ જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જસદણમાં માત્ર એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે ચિતલીયા રોડ અને નવા બસ સ્ટેન્ડ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જસદણ ઉપરાંત વીરનગર, કમળાપુર, ભાડલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. અચાનક ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. લાંબા વિરામ બાદ સારો વરસાદ વરસતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
