News of Sunday, 3rd May 2026
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, જામનગર જિલ્લા શાખા દ્વારા પેથોલોજી લેબનો શુભારંભ
ગુલાબ કુંવરબા ટ્રસ્ટના સહયોગઃ આસપાસના લોકોને ગુણવત્તા સભર, ઝડપી અને વિશ્વાસનીય આરોગ્ય તપાસ ઉપલબ્ધ બનશે

જામનગરઃ તા. 01 ના રોજ ગુલાબ કુંવરબા, સેતાવડ ખાતે પેથોલોજી લેબનો શુભારંભ થયો. આ નવી પેથોલોજી લેબ શહેર અને આસપાસના નાગરિકોને ગુણવત્તાસભર, ઝડપી અને વિશ્વસનીય આરોગ્ય તપાસ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ કરવામાં આવી છે.
આ પેથોલોજી લેબમાં વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, ડાયાબિટીસ ચકાસણી, થાયરોઈડ ટેસ્ટ, લિવર-કિડની ફંક્શન ટેસ્ટ સહિત અનેક આરોગ્ય તપાસો અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. સામાન્ય નાગરિકોને યોગ્ય દરે અને વિશ્વાસપૂર્વકની સેવા મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
રેડક્રોસ સોસાયટીના જામનગર શાખાના પ્રમુખ કલેક્ટર શ્રી પરિમલભાઈ પંડયાના અઘ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો. તેમના જણાવ્યા મુજબ રેડક્રોસ સોસાયટી હમેશા સેવા, સમર્પણ અને માનવતાના સિદ્ધાંતો સાથે કાર્યરત રહી છે .. આ લેબથી નાગરીકોને સચોટ અને વિશ્વસનીય પરીક્ષણ મળી શકશે.
આ લેબોરેટરી નું ઉદઘાટન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખા ના વાઇસ ચેરમેન ડૉ.શ્રી અજયભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર રીજીયન ચેરમેન ડૉ .દીપકભાઈ નારોલા, ખંભાળીયા રેડક્રોસના ચેરમેન કીરીટભાઈ મજીઠીયા, જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, વિમલભાઈ કગથરા, હસમુખભાઇ જેઠવા, અશોકભાઈ નંદા, ડો. નિરંજનભાઈ ભટ્ટ, ડો. દેવાશું શુક્લ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પી.આર.ઓ. આશિષભાઈ ખારોડ સહીતના અગ્રણીઓ તથા ગુલાબ કુવરબા ઈનફન્ટ વેલફેર એસોસિએશનના ટ્રસ્ટીઓ ઉપરાંત રેડ ક્રોસ સોસાયટી જામનગર શાખાના ચેરમેન ડૉ. અવિનાશભાઈ ભટ્ટ, વાઇસ ચેરમેન પ્રો.દીપાબેન સોની, સેક્રેટરી ડો.વિહારીભાઈ છાટબાર, ખજાનચી કિરીટભાઇ શાહ,પૂર્વ ચેરમેન બીપીનભાઇ ઝવેરી તેમજ એક્ઝિક્યુટિવ મેમ્બર અને સભ્યો ઉપસ્થિત રહ્યા. કાર્યકમનું સંચાલન ચિત્રાંગદ જાનીએ કર્યું હતુ. આભારવિઘી કીરીટભાઈ શાહે કરી.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
